(ANI Photo)

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે જો તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીઓ પછી છત્તીસગઢમાં ફરી સત્તામાં આવશે તો બિહારની જેમ જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે. સત્તાધારી પક્ષની આ જાહેરાતને અન્ય પછાત વર્ગો (ઓબીસી)ને આકર્ષવા માટેના એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહી છે. છત્તીસગઢમાં ઓબીસીની વસ્તી આશરે 45 ટકા છે.

છત્તીસગઢના કાંકેર જિલ્લામાં કોંગ્રેસ સરકારના ‘નગરિયા નિકાય ઈવમ પંચાયતી રાજ મહાસંમેલન’ને સંબોધતા પ્રિયંકાએ ગરીબો માટે દસ લાખ મકાનો આપવાનું વચન પણ આપ્યું હતું.કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અમીરો માટેની છે તથા ગરીબો કે મધ્યમ વર્ગની કોઈ ચિંતા નથી. પીએમ મોદી પોકળ વચનો આપે છે. દરેક નાગરિકના બેંક ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવાની અને કરોડો નોકરીઓ ઊભી કરવાની મોદીની ગેરંટીનું શું થયું?

 

LEAVE A REPLY

one × 3 =