અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી જૂન મહિનાથી નવી 12 ડોમેસ્ટિક ફ્લાઇટ ચાલુ થશે. હાલમાં સમર વેકેશન હોવાથી મોટાભાગની ફ્લાઇટ હાઉસફુલ જાય છે.

નવી ફલાઇટોમાં ગો ફર્સ્ટ કોચી, જયપુર, ગોવા અને હૈદરાબાદની નવી ફલાઇટ શરુ કરશે. થોડા દિવસ પહેલા વારાણસીની ફલાઇટ શરૂ કરી હતી. આમ, ગો એરની આગામી સમયમાં એરપોર્ટ પરથી ૩૬ ફલાઇટોની આવાગમન થઇ જશે. ઇન્ડિગો પહેલી જૂનથી વીકમાં ચાર દિવસ જોધપુર અને બીજી જૂનથી ચંડીગઢ અને દેહરાદૂનની ડેઇલી ફલાઇટ અને ત્રીજી જૂનથી કો્લ્હાપુરની ફલાઇટ વીકમાં ત્રણ દિવસ ઓપરેટ કરશે.

આ ઉપરાંત વિસ્તારા પણ અમદાવાદથી મુંબઇની નવી ત્રણ પૈકી બે ૧૫ મેથી ત્રીજી ફલાઇટ પહેલી જૂનથી શરૂ કરશે. સ્ટાર એર ત્રીજી જૂનથી વિકમાં પાંચ દિવસ ઉડાન હેઠળ અમદાવાદ ભુજ શરુ કરશે. આમ અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક ફલાઇટોની આવાગમન ૧૭૦થી વધશે.