. (ANI Photo)

દેશના સૌથી મહત્ત્વકાંક્ષી રેલવે પ્રોજેક્ટ્સ અંગેની માહિતી આપતા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે વાપી અને સાબરમતી વચ્ચેના બુલેટ ટ્રેન કોરિડોરના ગુજરાત સેક્શનનું કામ ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે અને મહારાષ્ટ્રથી સાબરમતી સેક્શન સુધીનો સમગ્ર પ્રોજેક્ટ ડિસેમ્બર 2029 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

લોકસભામાં કેટલાંક સાંસદોએ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના નિર્માણ અંગે સવાલો પૂછ્યા હતા. આ સવાલાનોના જવાબમાં પ્રધાને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટ (508 કિમી) જાપાનની તકનીકી અને નાણાકીય સહાયથી અમલીકરણ હેઠળ છે.તે ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલીમાંથી પસાર થઈ થઈ રહ્યો છે.

તેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી એમ 12 સ્ટેશનોની યોજના છે.વાપી અને સાબરમતી વચ્ચેના કોરિડોરનો ગુજરાત સેક્શનનું નિર્માણ કાર્ય ડિસેમ્બર, 2027 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે. સમગ્ર પ્રોજેક્ટ (મહારાષ્ટ્રથી સાબરમતી વિભાગ) ડિસેમ્બર, 2029 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે

પ્રધાને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂ.૧,૦૮,૦૦૦ કરોડ છે, જેમાંથી જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) ૮૧ ટકા એટલે કે રૂ.૮૮,૦૦૦ કરોડનું ભંડોળ પૂરું પાડી રહી છે અને બાકીના ૧૯ ટકા એટલે કે રૂ.૨૦,૦૦૦ કરોડનું ભંડોળ રેલવે મંત્રાલય (૫૦ ટકા) અને મહારાષ્ટ્ર (૨૫ ટકા) અને ગુજરાત (૨૫ ટકા) સરકારો દ્વારા ઇક્વિટી યોગદાન દ્વારા પૂરું પાડવામાં આવશે. 30 જૂન સુધીમાં આ પ્રોજેક્ટ પર રૂ 78,839 કરોડનો કુલ નાણાકીય ખર્ચ થયો છે.

LEAVE A REPLY