પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

પાકિસ્તાન અને ઇરાન વચ્ચેની તંગદિલીમાં ગુરુવારે વધારો થયો હતો. ઇરાને આતંકી અડ્ડા પર કરેલી સર્જિકલ સ્ટાઇકનો 24 કલાકમાં વળતો જવાબ આપીને પાકિસ્તાનને પણ ઈરાનના સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતના સરવાન શહેર નજીક બે બલૂચ અલગતાવાદી જૂથો બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ અને બલૂચિસ્તાન લિબરેશન આર્મીની પોસ્ટ પર કથિત રીતે હુમલો કર્યો હતો. જોકે આ અંગે ઇરાને હજુ સુધી કોઇ સત્તાવાર પ્રતિક્રિયા આપી ન હતી.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં જણાવ્યા અનુસાર પાકિસ્તાને અત્યંત સંકલિત અને ટાર્ગેટેડ સંખ્યાબંધ મિલિટરી હુમલા કર્યા હતા અને ગુપ્તચર-આધારિત ઓપરેશન દરમિયાન સંખ્યાબંધ આતંકવાદીઓને મારી નાખ્યા હતા. ઈરાની મીડિયાએ જણાવ્યું હતું કે હવાઈ હુમલામાં ચાર બાળકો સહિત સાત લોકોના મોત થયા હતાં.
બુધવારે ઈરાને પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં જૈશ અલ-અદલ જૂથના મુખ્યમથક પર “મિસાઈલ અને ડ્રોન” વડે હુમલો કર્યો અને તેને દેશની સુરક્ષા સામેના આક્રમણના જવાબનું નિર્ણાયક પગલું” ગણાવ્યું હતું. ઈરાન દ્રારા એરસ્પેસના ઉલ્લંઘનની નિંદા કરતા પાકિસ્તાને પાડોશી દેશને ચેતવણી આપી હતી કે આવા પગલાંના “ગંભીર પરિણામો” આવી શકે છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “ગત રાત્રે ઈરાન દ્વારા પાકિસ્તાનનું સાર્વભૌમત્વનું ઉશ્કેરણી વિનાનું અને સ્પષ્ટ ઉલ્લંઘન આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના હેતુઓ અને સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. આ ગેરકાયદેસર કૃત્ય સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેનું કોઈ વાજબીપણું નથી. પાકિસ્તાન આ ગેરકાયદેસર કૃત્યનો જવાબ આપવાનો અધિકાર ધરાવે છે અને તેના પરિણામોની જવાબદારી ઈરાન પર રહેશે.

પાકિસ્તાનના વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન ઈરાનના વિદેશ પ્રધાન હુસૈન અમીર-અબ્દોલ્લાહિયન સાથે મુલાકાત કરી તેના થોડા કલાકોમાં ઇરાને આ હુમલો કર્યો હતો. પાકિસ્તાને કહ્યું હતું કે મિસાઇલ હુમલામાં બે બાળકોના મોત થયા હતા અને ચેતવણી આપી કે આ ઘટનાના “ગંભીર પરિણામો” આવી શકે છે અને તે “સંપૂર્ણપણે અસ્વીકાર્ય” છે. પાકિસ્તાન ઇરાન ખાતેના તેના રાજદૂતને પણ પાછા બોલાવી લીધા હતા અને

LEAVE A REPLY

fourteen + eighteen =