Air India will recruit more than 1,000 pilots

પેસેન્જર માટેની સુવિધાના નિયમોનું પાલન ન કરવા બદલ એવિએશન નિયમનકારી સંસ્થા DGCAએ એર ઈન્ડિયા પર 10 લાખનો દંડ ફટકાર્યો છે. કંપનીએ આંતરરાષ્ટ્રીય બિઝનેસ ક્લાસના પેસેન્જરોને વળતરની ચૂકવણી ન કરવા સહિતના નિયમોનો ભંગ કર્યો હતો.

દિલ્હી, કોચી અને બેંગ્લોર એરપોર્ટ પર એરલાઇન્સનું નિરીક્ષણ કર્યા પછી, નિયમનકારે જોયું કે એર ઇન્ડિયા સંબંધિત નાગરિક ઉડ્ડયન આવશ્યકતા (CAR)ની જોગવાઈઓનું પાલન કરી રહી નથી. બાદમાં એર ઈન્ડિયાને 3 નવેમ્બરના રોજ કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી.

બુધવારે DGCAએ જણાવ્યું હતું કે કારણ બતાવો નોટિસના એર ઈન્ડિયાના જવાબના આધારે, એવું જાણવા મળ્યું છે કે એરલાઈન CARની જોગવાઈઓનું પાલન કરતી નથી. નિયમ ભંગમાં  વિલંબિત ફ્લાઇટ્સથી અસરગ્રસ્ત મુસાફરો માટે હોટેલમાં રહેવાની સુવિધા ન આપવા, તેમના કેટલાક ગ્રાઉન્ડ કર્મચારીઓને નિયમો અનુસાર તાલીમ ન આપવા અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ ક્લાસના મુસાફરોને વળતરની ચુકવણી ન કરવા સંબંધિત છે. આ ક્ષતિઓ માટે, નિયમનકારે ₹10 લાખનો નાણાકીય દંડ લાદ્યો છે.

ગયા વર્ષે, નિયમનકારે મુસાફરોને બોર્ડિંગ નકારવા માટે નાગરિક ઉડ્ડયન આવશ્યકતા (CAR)ની જોગવાઈઓનું પાલન ન કરવા બદલ એર ઈન્ડિયા પર ₹ 10 લાખનો દંડ લાદ્યો હતો.

LEAVE A REPLY

thirteen + 3 =