Birmingham to Amritsar

યુક્રેન અને રશિયા વચ્ચે તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા ભારત અને યુક્રેન વચ્ચે ત્રણ ફ્લાઈટ ઓપરેટ કરશે. એર ઈન્ડિયા 22, 24 અને 26 ફેબ્રુઆરીના રોજ ભારત અને યુક્રેનના બોરિસ્પિલ ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ત્રણ ફ્લાઈટ ચલાવશે. આ ફ્લાઈટ્સ માટે બુકિંગ શરૂ થઇ ગયું છે. એર ઈન્ડિયાની બુકિંગ ઓફિસ, વેબસાઈટ, કોલ સેન્ટર્સ અને અધિકૃત ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા બુકિંગ થઈ શકે છે. જોકે, યુક્રેનમાં રહેતા ભારતીયોને પરત બોલાવવા અંગે હજુ સુધી ભારત સરકારે કોઈ જાહેરાત કરી નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શુક્રવારે કહ્યું છે કે, યુક્રેન-રશિયા સરહદ પર હકીકતમાં શું થઈ રહ્યું છે તે અંગે અમે કંઈ કહી શકીએ નહીં. જ્યાં સુધી પરિસ્થિતિની ગંભીરતાનો સવાલ છે, તે સ્પષ્ટ છે કે જ્યારે પણ આપણે કોઈ એડવાઈઝરી જારી કરીએ છીએ, તે મૂલ્યાંકન પછી જ કરીએ છે. જો કે હજુ સુધી લોકોને બહાર કાઢવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમે યુક્રેનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. કિવ અને દિલ્હીમાં કન્ટ્રોલ ગોઠવવામાં આવ્યા છે. એમ્બેસી સામાન્ય રીતે કામ કરી રહ્યું છે. ઇન્ડિયન એમ્બેસી વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. સાથે જ તેમણે કહ્યું કે, ભારતની સ્થિતિ સ્પષ્ટ છે, અમે તણાવને તાત્કાલિક ઘટાડવાના પક્ષમાં છીએ અને રાજદ્વારી વાતચીત દ્વારા ઉકેલ શોધવાના પક્ષમાં છીએ.