પ્રતિકાત્મક તસવીર (istockphoto)

યુરોપની અગ્રણી વિમાન ઉત્પાદક કંપની એરબસે આગામી વર્ષમાં ભારતમાંથી તેના પાર્ટની ખરીદીને બમણી કરીને 1.5 બિલિયન ડોલર કરવાની યોજના બનાવી છે. કંપનીના ઇન્ડિયા ચીફે ગુરુવારે આ અંગેની માહિતી જાહેર કરી હતી. કંપની વિશ્વના સૌથી વધુ ઝડપથી વિકસતા બજારના એવિયેશન માર્કેટનો લાભ લેવા માગે છે.

ઇન્ડિગો, એર ઇન્ડિયા અને અકાસા જેવી ભારતની એરલાઇન્સે કંપનીને મોટા ઓર્ડર આપેલે છે. તેથી કંપની ભારતમાં પાર્ટ ઉત્પાદનને વેગ આપવા માગે છે. એરબસના ભારતમાં 40થી વધુ સપ્લાયર્સ ધરાવ છે, જેમાં ટાટા એડવાન્સ સિસ્ટમ્સ અને મહિન્દ્રા એરોસ્પેસનો સમાવેશ થાય છે. આ સપ્લાયરો એરબસના કોમર્શિયલ અને ડિફેન્સ એરક્રાફ્ટ તેમજ હેલિકોપ્ટર પ્લેટફોર્મ કમ્પોનન્ટ અને સર્વિસિસ પૂરી પાડે છે.

એરબસ ઇન્ડિયા અને સાઉથ એશિયાના પ્રમુખ રેમી મેલાર્ડે હૈદરાબાદમાં “વિંગ્સ ઇન્ડિયા” ઇવેન્ટમાં જણાવ્યું હતું કે યુરોપિયન પ્લેનમેકર ભારતમાંથી કંપનીનું સોર્સિંગ અત્યારના $750 મિલિયનથી બમણું કરવાની અપેક્ષા રાખે છે.ભારતીય ઉડ્ડયન સપ્લાય ચેઇન બદલાઈ રહી છે.

ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર છે જ્યાં તેની એરલાઇન્સના વિમાન કાફલામાં હાલમાં 700 વિમાનો છે, જે વધીને 2030 સુધીમાં 2,000થી વધુ થશે. સરકાર પણ નવા એરપોર્ટ બનાવવા અને હાલના એરપોર્ટના નવીનીકરણમાં લગભગ $12 બિલિયનનું રોકાણ કરી રહી છે.

 

LEAVE A REPLY

four + one =