પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કેનેડાએ સોમવારે બે વર્ષ માટે ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા લાદવાની જાહેરાત કરી હતી. વિદેશી વિદ્યાર્થીઓને કારણે મકાનોની અછત ઊભી થઈ હોવાથી આ હિલચાલ કરવામાં આવી છે. ગયા વર્ષે કેનેડાએ લગભગ એક મિલિયન સ્ટડી પરમિટ જારી કરી હતી, જે એક દાયકા પહેલા કરતા લગભગ ત્રણ ગણી હતી. કેનેડાના ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે જણાવ્યું હતું કે લિબરલ સરકાર વિદ્યાર્થી વિઝા પર અસ્થાયી રૂપે બે વર્ષની મર્યાદા રજૂ કરશે, જેના પરિણામે 2024માં લગભગ 364,000 વિઝા આપવામાં આવશે.

નવી મર્યાદાને પગલે ચાલુ વર્ષે કેનેડાના સ્ટડી વિઝાની સંખ્યામાં 35 ટકાનો ઘટાડો થશે. કેનેડાના ઓન્ટારિયો જેવા પ્રોવિન્સમાં તો વિદેશી સ્ટુડન્ટને મળતા સ્ટડી વિઝામાં 50 ટકા કરતા મોટો ઘટાડો થશે. હાયર એજ્યુકેશન માટે કેનેડા જવા માગતા ભારતીયોને ખાસ અસર થવાની શક્યતા છે.

2022ના સત્તાવાર ડેટા અનુસાર કુલમાંથી લગભગ 40%, વિદેશી વિદ્યાર્થીઓ ભારતમાંથી આવે છે, જ્યારે ચીન લગભગ 12% સાથે બીજા ક્રમે આવે છે.

પ્રધાને જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિદેશી સ્ટુડન્ટ કેનેડા આવે તેના કારણે કેટલીક સમસ્યા પેદા થાય છે. ખાસ કરીને એજ્યુકેશનની ક્વોલિટીને અસર થઈ છે. હવે બે વર્ષ માટે સ્ટુડન્ટની સંખ્યા પર લિમિટ મૂકવામાં આવશે. તેનાથી ફેડરલ અને પ્રોવિન્સના સત્તાવાળાઓને પોતાની સિસ્ટમની ખામીઓ દૂર કરવામાં મદદ મળશે.

દરખાસ્ત મુજબ કેનેડામાં પ્રાઈવેટ-પબ્લિક મોડેલની ઈન્સ્ટિટ્યુટમાં ભણતા સ્ટુડન્ટને પહેલી સપ્ટેમ્બરથી પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ નહીં મળી શકે. આ ઉપરાંત આગામી અઠવાડિયાઓમાં ઓપન વર્ક પરમિટ માત્ર એવા સ્ટુડન્ટના પતિ/પત્નીને મળી શકશે જેમણે માસ્ટર્સ અથવા ડોક્ટોરલ પ્રોગ્રામમાં એડમિશન લીધું હોય. આ ઉપરાંત મેડિસિન અથવા લો જેવા પ્રોફેશનલ પ્રોગ્રામમાં ભણતા સ્ટુડ્ટના સ્પાઉઝને પણ વર્ક પરમિટ મળી શકશે.

LEAVE A REPLY

2 × one =