Indians spend $1 billion per month traveling abroad
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સ્ટાફની અછત અને હડતાલને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં યુરોપના સંખ્યાબંધ એરપોર્ટ પર ભારે અંધાધૂંધી સર્જાઈ છે.મહામારી અંગેના નિયંત્રણ હળવા થયા પછી પર્યટન ક્ષેત્રે મોટો ઉછાળો નોંધાયો છે. બીજી તરફ સંખ્યાબંધ ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે.

કોવિડ-૧૯ની કટોકટી વખતે એરપોર્ટ અને એરલાઇન્સે સ્ટાફમાં જે ઘટાડો કર્યો હતો તેમની ફરી ભરતી કરી નથી. તેથી માંગમાં ઉછાળાનો સામનો કરવામાં એરલાઇન્સ અને એરપોર્ટ્સ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

‘સમર સિઝન’ ચાલુ છે ત્યારે મુસાફરો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે. એરપોર્ટ્સ પર અંધાધૂંધીનો માહોલ છે, લોકોને લાંબો સમય રાહ જોવી પડે છે, ફ્લાઇટ્સ રદ થઈ રહી છે અને લોકોનો સામાન ગુમ થઈ રહ્યો છે. નેધરલેન્ડ્સનું સૌથી બિઝી એરપોર્ટ શિફોલ પણ ફ્લાઇટ્સમાં ઘટાડો કરી રહ્યું છે. એરપોર્ટના જણાવ્યા અનુસાર એરલાઇન્સની દૈનિક બેઠકની ક્ષમતા કરતાં પેસેન્જર્સ ઘણા વધુ છે, જેનું સિક્યોરિટી સ્ટાફ ધ્યાન રાખી શકે તેમ નથી. ડચ એરલાઇન કેએલએમ દ્વારા ચાલુ મહિને પેસેન્જર્સને પડેલી હાડમારી બદલ માફી માંગી હતી.

લંડનના ગેટવિક અને હીથ્રો એરપોર્ટ્સે એરલાઇન્સને ફ્લાઇટ્સની સંખ્યા મર્યાદિત કરવા જણાવ્યું છે. ડિસ્કાઉન્ટ એરલાઇન ઇઝીજેટ છેલ્લી ઘડીના કેન્સલેશન ટાળવા ‘સમર સિઝન’ની હજારો ફ્લાઇટ્સ રદ કરી રહી છે. ઉત્તર અમેરિકાની એરલાઇન્સે આયર્લેન્ડના ટ્રાન્સપોર્ટ વડાને પત્ર લખી ડબ્લિન એરપોર્ટ ખાતે ‘નોંધપાત્ર વિલંબ’ની સ્થિતિ અંગે તાત્કાલિક પગલાંની માંગણી કરી છે.

એવિએશન કન્સલ્ટન્સી કંપની સિરિયમના જણાવ્યા અનુસાર યુરોપિયન દેશોના અગ્રણી એરપોર્ટ્સે ચાલુ મહિને એક જ સપ્તાહમાં લગભગ ૨,૦૦૦ ફ્લાઇટ્સ રદ કરી છે. જેમાં શિફોલનો હિસ્સો લગભગ ૯ ટકા છે. વધુ ૩૭૬ ફ્લાઇટ્સ બ્રિટનના એરપોર્ટ્સ પરથી રદ કરાઈ છે. જેમાં હીથ્રોનો હિસ્સો ૨૮ ટકા છે. બ્રિટનના ૩૫૦ ટ્રાવેલ એજન્ટ્સનું પ્રતિનિધિત્વ કરતા એડવાન્ટેજ ટ્રાવેલ ગ્રૂપના સીઇઓ જુલિયા લો બ્યૂ-સેઇડે જણાવ્યું હતું કે, “એરપોટ્સ પર સ્ટાફની તંગી છે. નવા કર્મચારીઓને સિક્યોરિટી ક્લિયરન્સની પ્રક્રિયા પૂરી કરવામાં ઘણો વિલંબ થઈ રહ્યો છે.