પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામમાં પુત્રીએ પેપર કટરથી ખેડૂત પિતાનું ગળુ કાપીને કથિત હત્યા કરી હતી. પતિ પત્ની સાથે ઝગડી રહ્યો હતો ત્યારે તેની 15 વર્ષની દીકરીએ પાછળથી પિતાના ગળા પર કટર ફેરવી દીધું હતું. આ પછી પત્નીએ પતિના માથામાં પરાળના અનેક ઘા ઝીંકીને તેનું ઢીમ ઢાળી દીધું હતું.

પેથાપુર પોલીસ અનુસાર મૃતકની ઓળખ ઘનશ્યામ પટેલ (44) થઈ છે, જે પોતાની પત્ની રિશિતા પટેલ(42) સાથે ઝગડી રહ્યો હતો ત્યારે તેની દીકરીએ પેપર કટરથી તેના પર હુમલો કર્યો હતો. ઘનશ્યામ અને રિશિતાના લગ્ન 18 વર્ષ પહેલા થયા હતા. જોકે બંને વચ્ચે નાની નાની વાતે ઘરેલુ ઝગડા થતાં હતા. જેના કારણે 2020માં રિશિતા પોતાની દીકરીને લઈને ગાંધીનગરમાં સેક્ટર 16માં રહેતા માવતર પાસે રહેવા આવી ગઈ હતી. લગભગ એક સપ્તાહ પહેલા કપલ વચ્ચે સમાધાન થયું હતું અને તેઓ કોલવડ ગામે રહેવા આવી ગયા હતા.’ રાણાએ કહ્યું કે, ‘ઘનશ્યામ ખેડૂત હતો અને કપલ વચ્ચે મોટાભાગે આર્થિક બાબતે ઝગડા થતા હતા.ઘનશ્યામના મોત બાદ તેના ભાઈ જગદાશ પટેલે રિશિતા અને તેની દીકરી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.