(ANI PHOTO)

અભિનેતા અને નિર્માતા અજય દેવગણે ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રીમેક બનાવવાની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં તે અભિનય પણ કરશે. અગાઉ અજય દેવગણે દક્ષિણ ભારતીય ફિલ્મની રીમેક દૃશ્યમમાં લીડ રોલ કર્યો હતો. હવે તેઓ ગુજરાતી ફિલ્મની રીમેક માટે તૈયારી કરી રહ્યા છે. અગાઉ આ ફિલ્મમાં અજય દેવગણ સાથે લીડ રોલમાં માધવનની પસંદગી થઈ હતી. હવે ફિલ્મની કાસ્ટમાં સાઉથની લોકપ્રિય અભિનેત્રી જ્યોતિકાની પણ એન્ટ્રી થઈ છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, અજય અને માધવનની સુપર નેચરલ થ્રિલર ફિલ્મમાં સાઉથની જાણીતી એક્ટ્રેસ જ્યોતિકાની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મ સાથે જ્યોતિકા લાંબા સમય પછી હિન્દી ફિલ્મમાં કામ કરશે. ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી. જૂન મહિનાથી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે.

‘સુપર ૩૦’ અને ‘ક્વીન’ જેવી ફિલ્મો બનાવનાર વિકાસ બહેલ અજયની સાથે ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રિમેક બનાવશે. આ ફિલ્મનું મસૂરી, લંડન અને મુંબઈ સહિતના લોકેશન્સ પર ફિલ્મનું શૂટિંગ થશે. અજય દેવગણ, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક ફિલ્મના પ્રોડ્યુસર અને વિકાસ બહેલ તેના ડાયરેક્ટર હશે. અજય દેવગણના અન્ય પ્રોજેક્ટ્સમાં તેમની ‘મૈદાન’ જૂન ૨૦૨૩માં રિલીઝ થશે. ઉપરાંત, તે ‘ચાણક્ય’ અને ‘રેડ ૨’ જેવી ફિલ્મો પણ કરી રહ્યા છે. જોકે, હજુ તેની જાહેરાત બાકી છે.

 

 

LEAVE A REPLY

1 × 2 =