બ્લેક કેપ્સ સ્પિનર એજાઝ પટેલ ક્રિકેટ મેચમાં પહેરેલી શર્ટમાંથી એકની હરાજી કરી રહ્યો છે, જે ટેસ્ટ ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ લેનાર ન્યૂઝીલેન્ડનો પ્રથમ ખેલાડી બન્યો હતો.
ડિસેમ્બરમાં ભારત સામે મુંબઈમાં એજાઝ પટેલ ક્રિકેટ ઈતિહાસમાં માત્ર ત્રીજો બોલર બન્યો હતો, જેણે 10 ઓવરમાં 119 રન આપીને સામેની ટીમની તમામ વિકેટો લીધી હતી. આ અગાઉ ન્યૂઝીલેન્ડના બોલર સર રિચર્ડ હેડલીએ 1985માં ઓસ્ટ્રેલિયા સામે સૌથી શ્રેષ્ઠ બોલીંગ કરીને 52 રનમાં નવ વિકેટો ઝડપી હતી.
ઇંગ્લેન્ડના જિમ લેકર અને ભારતના અનિલ કુંબલે માત્ર એવા બોલર છે જેમણે ટેસ્ટ ઇનિંગ્સમાં 10 વિકેટ લીધી છે. તેના ટીશર્ટની હરાજી ટ્રેડ મી દ્વારા કરવામાં આવશે અને તેની રકમ સ્ટારશિપ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટને આપવામાં આવશે. આ અંગે એજાઝે જણાવ્યું હતું કે, મારી દીકરીનો જન્મ ઓકલેન્ડ હોસ્પિટલમાં થયો ત્યારે તેને તાવ આવ્યો હતો. તેથી તેને સ્ટારશિપમાં લઇ જવામાં આવી હતી અને ત્યાં તેને સારવાર આપવામાં આવી હતી.
તેણે વધુમાં કહ્યું કે, ‘તે સમયગાળા દરમિયાન અમારી પુત્રી સાથે એનઆઈસીયુ યુનિટમાં ઘણા નિર્બળ બાળકો સાથે બેઠો હતો, મને યાદ છે કે માતાપિતા તરીકે તે કેટલું મુશ્કેલ હતું.’ ટ્રેડ મીની હરાજી આવતા બુધવારે બંધ થશે, અને અત્યાર સુધીમાં 106 લોકોએ 18 હજાર ડોલરથી વધુ બોલી આવી છે.
‘તે દૃશ્ય ખૂબ જ અસરકારક હતું અને હું તેમને કોઈક રીતે મદદ કરવા ઇચ્છતો હતો, અને હું તે કરવા સક્ષમ બનવાની સ્થિતિમાં હોવાનો વિશેષ અનુભવું કરું છું.’
ટીશર્ટના આગળના ભાગ પર ‘એજાઝ બ્લેક કેપ #274’ એમ્બ્રોઇડરી કરીને લખ્યું છે અને તેના પર ટીમ દરેક સભ્ય દ્વારા સહિ કરવામાં આવી છે. તે ફ્રેમમાં સફળતાના સ્મરણરૂપે સ્કોરકાર્ડ, તકતી અને ફોટો પણ છે.
પટેલે વધુમાં કહ્યું હતું કે, તેની પાસે હજુ પણ મેચના અન્ય બે ટી શર્ટ છે અને તેની પણ યોગ્ય સમયે સેવાના કામ માટે હરાજી કરવાની ઇચ્છા રાખે છે.