Ajay Devgan
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલિવૂડ સ્ટાર અજય દેવગણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ત્રણ દાયકા પૂરા કર્યા છે. અજય દેવગણે વર્ષ 1991માં ફૂલ ઔર કાંટે ફિલ્મોમાં બે બાઈકો પર ઊભા રહીને બોલીવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું. આ 30 વર્ષોમાં અજય દેવગણે ન માત્ર એક્શનથી, પરંતુ ઈમોશનલ ભૂમિકા ભજવીને પોતાની જાતને સાબિત કરી દીધી છે. જખ્મ ફિલ્મ માટે તને નેશનલ એવોર્ડ મળ્યો હતો.

એક ઈન્ટરવ્યૂમાં અજય દેવગણે જણાવ્યું હતું કે તમે સાચું કહી રહ્યા છો. સોબિઝમાં 30 વર્ષ સુધી પોતાની જાતને સાચવી રાખવી ખૂબ જ અઘરૂ કામ છે. એના માટે સમયની સાથે પોતાની જાતને પણ સારી અને મેચ્યોર બતાવવી જરૂરી છે. તે માટે સતત પ્રયોગો કરવા પડતા હોય છે. પોતના દરેક સહયોગી અને ફિલ્મ નિર્માતાઓ પાસેથી નાનામાં નાની વાત શીખવી જરૂરી છે. અજય દેવગણ કહે છે કે, સાચું કહું તો મને એક્ટર બનાવવાનું સપનું મારા પિતાજીએ જોયુ હતું. હું માત્ર તેમના સપનાને સાકાર કરવા માટે આવ્યો હતો.