(ANI Photo)

અક્ષયકુમારે તાજેતરમાં તેના ચાહકોને એક સરપ્રાઇઝ આપી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો નવો પ્રોજેક્ટ જાહેરાત કર્યો હતો. આ કોઈ ફિલ્મ નથી, પણ મ્યુઝિક વીડિયો છે. આ મ્યુઝિક વિડિયો માટે તેણે બી પ્રાક સાથે હાથ મિલાવ્યા છે. અક્ષયનાં નવા મ્યુઝીક વીડિયોનું ટાઇટલ ‘ક્યા લોગે તુમ’ છે, જેમાં તે અભિનેત્રી અમાયરા દસ્તુર સાથે જોવા મળશે. તેણે આ વીડિયોનું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ પોસ્ટ કર્યું હતું.

અક્ષયે લખ્યું હતું, “એક ઔર શાનદાર ગીત.. ક્યા લોગે તુમ સાથે ફિલહાલ અને ફિલહાલ ટુ ગીતની ટીમે ફરી એક વાર શાનદાર વાપસી કરી છે. આ ગીત તમને ઇમોશનલ કરી દેશે અને તમે તમારા આંસુ નહીં રોકી શકો. આ ગીત દેસી મેલોડીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે.” આ ઇમોશનલ ગીતનાં લિરિક્સ જાનીએ લખ્યા છે અને બી પ્રાકે સ્વર આપ્યો છે. અરવિંદ ખેરાએ વીડિયો ડાયરેક્ટ કર્યો છે. આ વીડિયોને આવકારતા તેના ચાહકોએ લખ્યું છે રે, “બેસબ્રી સે ઇન્તઝાર હૈ મિસ્ટર ખિલાડી.” એક અન્ય યુઝરે લખ્યું, “અક્કી સર ઇઝ બેક.”

અક્ષયકુમારનો બોલીવૂડનાં એવા ખૂબ જ ઓછા કલાકારોમાં સમાવેશ થાય જે એક વર્ષમાં ઘણી ફિલ્મો કરે છે. જોકે, ઘણા સમયથી તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ છે, છતાં તેની લોકપ્રિયતા ઘટી નથી. હવે તેણે 1989માં બનેલી માઇનિંગ ઓપરેશનની ઘટના પર આધારિત ફિલ્મ કરી છે. લાંબા સમયથી આ ફિલ્મનું નામ કેપ્સ્યુલ ગિલ હોવાનું જણાવાયું છે પણ છેલ્લા રીપોર્ટ મુજબ નિર્માતાઓ ફિલ્મનું નામ ‘ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’ રાખ્યું છે. તેમનાં કહેવા પ્રમાણે આ નામ ફિલ્મનાં પ્લોટ સાથે બંધ બેસે છે. આ ફિલ્મ દિલધડક રેસ્ક્યુ મિશન પર આધારિત છે. ‘ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’ આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટ્રેડ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ‘સેલ્ફી’ પછી અક્ષયની આ નવી ફિલ્મ હોઈ શકે છે. જોકે, સુરારાય પોટ્ટુની રિમેક 1 સપ્ટેમ્બરનાં રોજ રિલીઝ થવાની હોવાથી કઈ ફિલ્મ પહેલાં થિયેટરોમાં આવશે તે જોવું રહ્યું. ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’ ભૂતપૂર્વ એડિશનલ ચીફ માઇનિંગ એન્જિનિયર સ્વર્ગસ્થ જસવંતસિંઘ ગિલ પર આધારિત છે, જેમણે 1989માં પશ્ચિમ બંગાળમાં રાણીગંજમાં પૂરગ્રસ્ત કોલ માઇનમાં ફસાયેલા 65 લોકોનાં જીવ બચાવ્યા હતા. આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે યોર્કશાયરમાં થયું હતું. આ ફિલ્મમાં અક્ષયનો પાઘડી પહેરેલો લૂક ફેન્સને ખૂબ ગમ્યો હતો. ટીનુ સુરેશ દેસાઇ દિગ્દર્શિત આ ફિલ્મમાં પરિણીતી ચોપરા અભિનેત્રી છે. અક્ષયકુમારે અગાઉ ટીનુ દેસાઇની કોર્ટરૂમ ડ્રામ રૂસ્તમ (2016)માં કામ કર્યું છે.

 

 

LEAVE A REPLY

5 × 4 =