YSK twitter image

અક્ષય કુમારની ઐતિહાસિક ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું ટીઝર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, માનુષી છિલ્લર, સોનુ સૂદ અને સંજય દત્ત જેવા સુપર સ્ટાર કલાકારો છે. અક્ષય કુમાર પૃથ્વીરાજની ભૂમિકામાં ભજવી છે. અક્ષય કુમારે પોતાના ટ્વિટર પેજ પર આ ફિલ્મનું ટીઝર લોન્ચ કર્યું છે. આ ફિલ્મના ટીઝરમાં યુદ્ધના દ્રશ્યો જોવા મળે છે.આ ફિલ્મ 21 જાન્યુઆરી 2022ના રોજ થીયરેટરમાં રીલિઝ થશે

આ ફિલ્મ દિવંગત કવિ ચાંદ બરડાઈની કૃતિ ‘પૃથ્વીરાજ રાસો’ પરથી પ્રેરિત છે. જેમાં અક્ષય કુમાર સમ્રાટ પૃથ્વીરાજની ભૂમિકામાં જોવા મળશે જ્યારે ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર તેની પ્રેમિકા સંયોગીતાની ભૂમિકામાં જોવા મળશે. છિલ્લરની આ પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મ ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ અંગે વાત કરતા અગાઉ તેમણે કહ્યું હતું કે પૃથ્વીરાજ ફિલ્મ મોટા ભાગે ચાંદ બરડાઈની મહાન કૃતિ પૃથ્વીરાજ રાસો પરથી પ્રેરિત છે. રાસો ઉપરાંત પૃથ્વીરાજના જીવન અને તેમના સમય અંગે અન્ય કેટલુંક સાહિત્ય પણ લખાયું છે.
આ ફિલ્મ માટે મેં ઘણું જ સંશોધન કર્યું છે. મારા માટે આ સંશોધન ઘણું જ અદ્દભુત રહ્યું કેમ કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મને ભારતના અજાણ્યા અને ઓછા જાણીતા મહાન હીરો વિશે જાણવા મળ્યું. જાણે હું તે સમયના મહાન ચરિત્રો સાથે વાતો કરતો હોવ તેવો અનુભવ મને થયો હતો, તેમ તેમણે જણાવ્યું હતું.

અગાઉ 2019માં અક્ષય કુમારે ફિલ્મના ટીઝરની જાહેરાત કરી હતી. તેણે લખ્યું હતું કે, મારા જન્મ દિવસે મારી પ્રથમ ઐતિહાસિક ફિલ્મની જાહેરાત કરતા મને આનંદ થઈ રહ્યો છે. મને સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા ભજવવાની તક મળી તે મારા માટે ગર્વની વાત છે.