(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલીવૂડના ઘણા કલાકારો-ફિલ્મકારો હવે આધુનિક યુગની માગ પ્રમાણે વેબ સીરિક્ષના ક્ષેત્રમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. હવે કલાકારોમાં અક્ષયકુમારનું નામ પણ જોડાયું છે. પોતાની શિસ્તબધ્ધ જીવનશૈલી અને કામ પ્રત્યેની કટિબદ્ધતાને કારણે બોલીવૂડમાં ટોચનું સ્થાન મેળવનાર અક્ષયકુમાર ‘ધ એન્ડ’વેબ શો દ્વારા ડિજિટલ ક્ષેત્રે પદાર્પણ કરશે. જોકે, આ અંગેની જાહેરાત તેણે વર્ષ 2019માં જ કરી દીધી હતી અને હવે એમ જાણવા મળી રહ્યું છે કે તેની સૌપ્રથમ વેબ સીરિઝના ડાયરકેશન માટે ત્રણ મેકર્સ વચ્ચે સ્પર્ધા છે.

સૂત્રો કહે છે કે, વર્ષ 2023ના મધ્યમાં રજૂ થનારી આ વેબ સીરિઝની પટકથા લખવા માટે ભરપૂર સમય લેવામાં આવ્યો છે. આ કોમ્પ્લેક્સ એક્શન થ્રિલરમાં ભવિષ્ય વિશે બતાવવામાં આવશે. અક્ષયકુમાર તેમાં માનવીઓને બચાવવા સમય સાથે બાથ ભીડશે. તેની પટકથાનું કામ પૂર્ણતાને આરે છે. તેથી ટૂંક સમયમાં જ તેનું શૂટિંગ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આ શોના સર્જકો ત્રણ દિગ્દર્શકો સાથે તેના દિગ્દર્શન બાબતે ચર્ચા કરી રહ્યા છે. જેમાં ‘રામ સેતૂ’ના અભિષેક શર્મા, ‘ફેમિલી મેન-2’ના સુપર્ણ વર્મા અને ‘કેસરી’ના અનુરાગ સિંહનો સમાવેશ થાય છે. હવે જોવાનું એ રહે છે કે ખિલાડી કુમારને દિગ્દર્શિત કરવાની