ભારતીય પ્રતિનિધિમંડળે લંડનમાં કોન્ઝર્વેટિવ પક્ષના શેડો ફોરેન સેક્રેટરી પ્રીતિ પટેલ અને તેમની ટીમની મુલાકાત લઇ અને ઓપરેશન સિંદૂર સહિત ભારતના આતંકવાદ વિરોધી પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો અને સરહદ પારના આતંકવાદનો સામનો કરવાના ભારતના સંકલ્પને શેર કર્યો હતો.

ભારતીય હાઇકમિશનની ટ્વીટને રીપોસ્ટ કરતાં પ્રીતિ પટેલ, એમપીએ X પર જણાવ્યું હતું કે વરિષ્ઠ ભારતીય સાંસદોના ક્રોસ-પાર્ટી પ્રતિનિધિમંડળ સાથે મુલાકાતનો આનંદ થયો. અમારી ચર્ચાના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં આતંકવાદ સામે લડવા, યુકે-ભારત સંરક્ષણ અને સુરક્ષા સંબંધો, આપણા આર્થિક સંબંધો અને આપણા બંને દેશો વચ્ચે જીવંત સેતુનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY