નવી દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એન્જિનમાં ખામી સર્જાતા તેને રશિયા તરફ ડાઇવર્ટ કરાઈ હતી. વિમાનનું મગદાનમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ થયું હતું. પ્લેનમાં 216 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બર હતાં.
એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI173માં એક એન્જિનમાં ટેકનિકલ સમસ્યા સર્જાઇ હતી. 216 મુસાફરો અને 16 ક્રૂ સાથેની ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી અને રશિયાના મગદાન એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. મુસાફરોને જમીન પર તમામ સહાય પૂરી પાડવામાં આવી હતી અને વહેલી તકે તેમના ગંતવ્ય પર પહોંચવા માટે વૈકલ્પિક વિકલ્પો ઓફર કરવામાં આવશે. વિમાનું ચેકિંગ કરાયું હતું.

LEAVE A REPLY

five × two =