(Photo by Russell Cheyne - WPA Pool/Getty Images)

2010થી રેડિંગ વેસ્ટના કન્ઝર્વેટિવ સાંસદ અને COP26ના પ્રમુખ તરીકે સેવા આપતા સર આલોક શર્માએ  આગામી સામાન્ય ચૂંટણીમાં ઊભા નહીં રહે તેવી જાહેરાત કરી છે. તેમણે કોન્સ્ટીટ્યુશન એસોસિએશનને જાણ કરી હતી કે તેઓ રીડિંગ વેસ્ટ અને મિડ બર્કશાયરની સુધારેલી બેઠક માટે ઉમેદવાર બનવા માંગતા નથી.

તેમણે તાજેતરમાં ઋષિ સુનકની કેટલીક મુખ્ય ગ્રીન પોલિસીઓમાં એક્ઝેમ્પ્શન અને વિલંબની જાહેરાતની ટીકા કરી હતી.

સર આલોકે ટ્વિટર પર જણાવ્યું હતું કે “હું જ્યાં ઉછર્યો છું તે નગરના મતવિસ્તારના સાંસદ તરીકે સેવા આપવી અને સરકારમાં અને આંતરરાષ્ટ્રીય મંચ પર યુકેનું પ્રતિનિધિત્વ કરવું એ મારા જીવનના સન્માન અને સેવા કરવાનો લહાવો છે.

નવેમ્બર 2021માં ગ્લાસગોમાં યુએનની COP26 સમિટની અધ્યક્ષતા માટે તેમની નિમણૂક કરવામાં આવી હતી. જે ગંભીર આબોહવા પરિવર્તનને રોકવા માટેના એક ડીલ સાથે સમાપ્ત થયું હતું. COP26ના પ્રમુખ સર આલોક શર્માએ નવેમ્બર 2021માં ગ્લાસગોમાં મેરેથોન વાટાઘાટોની અધ્યક્ષતા કરી હતી.

LEAVE A REPLY

19 + 10 =