(ANI Photo)

અભિનેતા રણબીર કપૂરને તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઓનલાઈન ગેમિંગ એપ સાથે સંકળાયેલા કેસમાં સમન્સ પાઠવ્યું હતું. તેમને શુક્રવારે એજન્સી સમક્ષ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.  રણબીર કપૂર મહાદેવ ઓનલાઈન બુક એપના પ્રમોશનમાં જોવા મળ્યો હતો. EDએ દાવો કર્યો છે કે તેને બદલામાં મોટી રકમ આપવામાં આવી હતીજે ગુનાની આવક હતી. 

આ એપના પ્રમોટર્સ છત્તીસગઢના ભિલાઈના છેપરંતુ એપ યુએઈમાં કંપનીના હેડક્વાર્ટરથી ચલાવવામાં આવી રહી હતી. શ્રીલંકાનેપાળ અને યુએઈમાં તેના કોલ સેન્ટર છે. EDના અધિકારીએ જણાવ્યું હતું કે પ્રમોટરો આવી 4-5 એપ ચલાવે છેજે દરરોજ ₹200 કરોડનો નફો કમાઈ રહી છે. 

અગાઉ એવા સમાચાર હતા કે ED આ કેસમાં ટાઈગર શ્રોફનુસરત ભરૂચાસુખવિંદર સિંહનેહા કક્કર અને સની લિયોન સહિત 17 સેલેબ્સની પૂછપરછ કરી શકે છે. હવે આ લિસ્ટમાં રણબીરનું નામ પણ સામેલ થઈ ગયું છે. અત્યારે ED 5,000 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં દુબઈથી ઓનલાઈન સટ્ટાબાજીની એપ ચલાવતા સૌરભ ચંદ્રાકર અને તેના બિઝનેસ પાર્ટનર રવિ ઉપ્પલની તપાસ કરી રહી છે. 

LEAVE A REPLY

five × one =