(Photo by Tolga AKMEN / AFP) (Photo by TOLGA AKMEN/AFP via Getty Images)

બ્રિટનના 52 વર્ષિય બિઝનેસ સેક્રેટરી આલોક શર્મા બુધવારે સંસદના પોડિયમમાં ભાષણ કરતા હતા ત્યારે તેમણે હાથરૂમાલ વડે કપાળ પરનો પરસેવો લુછ્યો હતો અને ઘણી વખત ચહેરાને ઘસ્યો હતો. તેઓ નાદુરસ્ત દેખાયા પછી તેમનો કોરોનાવાયરસ માટે ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે તે નેગેટીવ આવ્યો હતો.

આલોક શર્માએ ગુરૂવારે તા. 4-6-20ના રોજ ટ્વિટ કરી ટેસ્ટ નેગેટીવ હોવાની જાણ કરી હતી. સંસદના સભાખંડમાં લાગેલી લાંબી લાઇનમાં તેમની સાથે ઉભા રહેલા ઘણા લોમેકર્સને પાછળથી અહેસાસ થયો હતો કે તેઓ પણ શ્રી શર્માની સાથે જ લાઇનમાં સમય વિતાવી ચૂક્યા છે.

મુખ્ય વિપક્ષ લેબરના બિઝનેસ પ્રવક્તા ટોબી પર્કિંસે કહ્યું હતું કે ‘’શર્મા માંદગીમાં કામ કરે છે તે એક મોટી બેજવાબદારી છે.’’

યુકેના રાજકારણીઓ રીમોટ વીડિયો કોન્ફરન્સ સેશન્સ સમાપ્ત કરવાના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના નિર્ણય સામે ઘણા દિવસોથી લડત ચલાવી રહ્યા છે. લેબરની વિદેશી બાબતોના પ્રવક્તા લિસા નંદીએ વર્ચુઅલ સંસદ રદ કરવાના સરકારના નિર્ણયની ટીકા કરી હતી.