Amazon launches air cargo service in India
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

વિશ્વની ટોચની ઈ-કોમર્સ કંપની એમેઝોને એનઆર નારાયણ મૂર્તિની માલિકીની કેટામરન વેન્ચર્સ સાથેની ભાગીદારીનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. અયોગ્ય વેપાર પ્રણાલી માટે ટ્રેડર્સ એસોસિયેશન્સ અને રાજકીય નેતાઓની આકરી ટીકા બાદ બંને કંપનીઓએ આ નિર્ણય કર્યો છે.

બંને કંપનીઓ મે 2022થી બંને વચ્ચેની ભાગીદારીનો અંત લાવશે. બંને કંપનીઓ સંયુક્ત રીતે પ્રાયોન બિઝનેસ સર્વિસીસ નામની કંપની ચલાવે છે, જેની પેટાકંપની ક્લાઉડટેલ દેશમાં એમેઝોનના સૌથી મોટા વેચાણકર્તાઓમાંની એક છે.

એમેઝોને જણાવ્યું હતું કે બંને કંપનીઓએ પરસ્પર સહમતીથી પોતાના સંયુક્ત સાહસને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. પ્રાયોન બિઝનેસ સર્વિસની શરૂઆત 7 વર્ષ અગાઉ થઇ હતી. એમેઝોન અને કેટામરન વચ્ચે જોઈન્ટ વેન્ચર આગામી વર્ષે મેમાં રીન્યુ થવાનું હતું જોકે તેને તેની પહેલા જ સમાપ્ત કરી દેવામાં આવશે.

દેશમાં ઈ-કોમર્સ કંપનીઓ પર ખોટી રીતે વેપાર કરવાના આરોપ લાગતા રહેતા હોય છે. આ કંપનીઓના કારોબારની રીત પર કેબિનેટ પ્રધાન પીયૂષ ગોયલ પણ વાંધા ઉઠાવી ચુક્યા છે. ઈ-કોમર્સ કંપનીઓ પર પસંદગીના વેન્ડર્સને ફાયદો પહોંચાડવાનો પણ આરોપ લાગ્યો છે. આ વેન્ડર્સને ઈ-કોમર્સ બિઝનેસનો મોટો હિસ્સો ઈ-કોમર્સ કંપનીઓ પાસેથી મળે છે. સરકારે ત્રણ વર્ષ અગાઉ પ્રેસનોટ-2 થકી સરકારે ત્રણ વર્ષ પહેલા પ્રેસ નોટ 2 માં સુધારો કરીને માર્કેટપ્લેસને ખાતરી આપવા જણાવ્યું હતું કે તેઓ તેમના જૂથ સાથે જોડાયેલી કંપનીઓના ઉત્પાદનો તેમના પ્લેટફોર્મ પર વેચશે નહીં.