જગતની તોતિંગ ઓનલાઇન કોમર્સ કંપની એમેઝોન અને ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ભારતનું બજાર સર કરવા માટેના જંગના મંડાણ થઇ રહ્યા છે. બંને કંપનીઓ મોટી છે અને ભારતના બજારોમાં તેમની હાજરી પણ એટલી જ વ્યાપક છે. હવે જોવાનું એ છે કે આ બંને બળિયાઓ વચ્ચેના જંગમાં વિજય કોનો થાય છે.

ભારતીય ગ્રાહકોને જીતવા માટેનો જંગ એ સર્વાંગી અમેરિકન મામલા જેવો ક્યારેય રહ્યો નથી. વોલ્ટમાર્ટ ઇન્ક. દ્વારા ગત વર્ષે ફલીપકાર્ટ ઓનલાઇન સર્વિસીસનું સંપાદન અમેઝોન ડોટ કોમ ઇન્ક. માટે તેના નાણા માટે મક્કમ દોટ તથા કંઇક અંશે બે ઘોડા ઉપર સવારીની છાપ ઊભી કરી રહેલ છે પરંતુ દેશના સૌથી ધનિક અબજોપતિ મુકેશ અંબાણી આ ગતિવિધિને કોરાણે ઊભા રહીને જોયા કરે તેમ નથી.

ગત સપ્તાબે સૌથી ધનિક ભારતીય અંબાણીએ પણ સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું. પેટ્રોકેમિકલ્સથી માંડી ટેલિકોમ સમૂહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અંબાણી ભારતના 30 મિલિયન નાના રિટેઇલરોને વપરાશકારો સાથે જોડવા ચાર પાંખીયા યોજના ધરાવે છે.મુકેશ અંબાણીની યોજાનાના પહેલા ભાગરૂપે રિલાયન્સ રિટેઇલ્સના લગભગ 10,000 સ્ટોર્સની આસપાસના સ્ટોર્સને સાંકળીને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ બીલીંગ, કરવેરા તથા નીચી કિંમતના ચુકવણાના પ્લેટફોર્મ માટે એક સમાન વ્યવસ્થા ગોઠવવાનું આયોજન છે જેનાથી વિસ્તૃત રિટેઇલ નેટવર્ક ઊભું થઇ શકે.

યોજનાનો બીજો ભાગ અંબાણીનું ટેલિકોમ તંત્ર છે. ભારતમાં કન્ઝયુમર ઇ-કોમર્સ મહદ અંશે શહેરી મધ્યમ વર્ગ આધારિત છે. દેશના લગભગ 500 મિલિયન ઇન્ટરનેટ વપરાશકારોમાંથી લગભગ 200 મિલિયન વપરાશકારો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. જેમાંથી દર ચાર પૈકી એક વપરાશકાર મહિને એકાદ વખત ઓનલાઇન થતો હોય છે. આવા સંજોગોમાં ઓનલાઇન વપરાશકારો ઝડપથી વધતા હોવા છતાં આ વર્ષે તે સંખ્યા 120 મિલિયનથી વધારે નહીં હોવામાં કોઇ આશ્ચર્ય નથી.

રિલાયન્સ જીયોઇન્ફોકોમ મિલિટેડ પાસે 280 મિલિયન ડિજિટલ સબસ્ક્રાઇબરો છે. 4-જી ટેલિકોમ કેરિયર તરીકે જીયોની વ્યાપક હાજરી તથા ડેટાપ્રાઇસ ઘટાડીને જીયો દ્વારા કરવામાં આવેલી ક્રાંતિને ધ્યાનમાં લેતા અર્ધગ્રામીણ વિસ્તારોમાંની દુકાનો ઓફલાઇન – ઓનલાઇનના હાઇબ્રીડ મોડલ થકી નફાકારક વ્યવહાર કરી શકે તેમ છે.મુકેશ અંબાણીની યોજનાના ત્રીજા ભાગરૂપે ભારતીયો તેમના જીયો મોબાઇલ ફોન અને ફાઇબર બ્રોડબેન્ડ ઉપર દર મહિને 5 બિલિયન કલાક વીડિયો જોવામાં વિતાવે છે. આટલું વ્યાપક અને મજબૂત જોડાણ અંબાણીને ખાનગી લોગોની ફેશનને વધુ ને વધુ આગળ વધારવા દૃઢ નિર્ધાર બક્ષી શકે છે.

યોજનાના છેલ્લા અને ચોથા ભાગરૂપે તેમના ઘરઆંગણાના બજારની નીતિઓ ઉપર વગની મુકેશ અંબાણીની ક્ષમતાને ઊતરતી આંકી શખાય તેમ નથી. રિલાયન્સે સ્પર્ધામાં ઝુકાવ્યું તે સાથે જ ભારત સરકારે ઇ-કોમર્સના નિયમો ઝડપથી આકરા બનાવી અને અમેઝોન અને વોલ્માર્ટ – ફ્લિપકાર્ટ માટે જટિલ નીવડી શકે તેવા ઇ-કોમર્સ બનાવ્યા, હાલ પર્યંત વિદેશી રીટેઇલરોને ઉપલબ્ધ ઘણી બધી છટકબારી બંધ કરી દેવાઇ છે. અંબાણી એવો પણ વિચાર આગળ કરી રહ્યા છે કે, ભારતીયોના ખરીદી ડેટા સ્થાનિક સ્તરે જ સંઘરાવો જોઇએ.

રિલાયન્સ જીયોનું ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ 40 બિલિયન ડોલરને આંબી ગયું હોવા છતાં ભારતના અત્યંત સ્પર્ધાત્મક ટેલિકોમ બજારના કારણે રિલાયન્સ જીયોની સરેરાશ વપરાશ આવક આવક દર મહિને 2 ડોલરની પણ થતી નથી. આવા સંજોગોમાં ‘કેરેજ એન્ડ કન્ટેન્ટ’ આધારિત વેપાર ધંધો નફાકારક બને તે માટે વેપાર ધંધો જૂની પદ્ધતિની લોબીઇંગ, સારી ગુણવનત્તાની સુસજ્જતાના મિશ્રણરૂપે નીવડે તે જરૂરી છે. ભારત સરકાર અમેઝોનના સીઇઓ જેફ બેઝોસને તેમનો એક હાથ પીઠ પાછળ બાંધેલી હાલતમાં સ્પર્ધામાં ઉતારી રહેલ છે.