અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના આર્થિક પાટનગર જેવા અમદાવાદમાં હાઉડી મોદી જેવો હાઉડી ટ્રમ્પ કાર્યક્રમ યોજે એવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યક્રમને ‘કેમ છો મિ. પ્રેસિડેન્ટ’એવું નામ અપાશે એવું પણ જાણવા મળ્યું છે.
જો કે હજુ પ્રેસિડેન્ટ ટ્રમ્પની ભારત મુલાકાતની તારીખોની સત્તાવાર જાહેરાત થઇ નથી. પરંતુ જાણકાર વર્તુળો કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ નજીકના ભવિષ્યમાં ભારતની મુલાકાતે આવશે.
અત્યારે જો કે ટ્રમ્પ ખૂબ બીઝી છે કારણ કે આ વર્ષે અમેરિકી પ્રેસિડેન્ટની ચૂંટણી પણ થવાની છે. આમ છતાં માહિતગાર વર્તુળો કહે છે કે 2020ના ફેબ્રુઆરીમાં ટ્રમ્પ ભારતની મુલાકાતે આવશે અને હાઉડી મોદી જેવા એક કાર્યક્રમને સંબોધશે.
અત્રે એ યાદ રહે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષના સપ્ટેંબરમાં અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં હાઉડી મોદી કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પને બિરદાવતું પ્રવચન કર્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના આર્થિક પાટનગર જેવા અમદાવાદમાં હાઉડી મોદી જેવો હાઉડી ટ્રમ્પ કાર્યક્રમ યોજે એવી શક્યતા હોવાની માહિતી મળી હતી. જો કે હજુ અમેરિકી પ્રમુખની ભારત મુલાકાતની તારીખોની ઔપચારિક જાહેરાત થઇ નથી. પરંતુ જાણકાર વર્તુળો કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ નજીકના ભવિષ્યમાં ભારતની મુલાકાતે આવશે.
અત્યારે જો કે ટ્રમ્પ ખૂબ બીઝી છે કારણ કે આ વર્ષે અમેરિકી પ્રમુખની ચૂંટણી પણ થવાની છે. આમ છતાં માહિતગાર વર્તુળો કહે છે કે 2020ના ફેબ્રુઆરીમાં ટ્રમ્પ ભારતની મુલાકાતે આવશે અને હાઉડી મોદી જેવા એક કાર્યક્રમને સંબોધશે.
અત્રે એ યાદ રહે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષના સપ્ટેંબરમાં અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં હાઉડી મોદી કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પને બિરદાવતું પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં અમેરિકામાં વસતા ભારતીયો અને અમેરિકી નાગરિકો સહભાગી થયા હતા. અમેરિકી પ્રમુખની ભારત મુલાકાત ત્રણ દિવસની રહેશે. પાટનગર નવી દિલ્હી ઉપરાંત એકાદ ભારતીય શહેરની મુલાકાત લેશે. એવા શહેરમાં અમદાવાદનું નામ મોખરે છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ હાઉડી ટ્રમ્પ શોમાં સામેલ થવાની સંભાવના છે. એમ પણ જાણવા મળ્યું છે કે, અમેરિકાના પ્રેસિડેન્ટના હેન્ડલર્સ દ્વારા આ વર્ષે અમેરિકામાં થનાર ચૂંટણીને લઈ એક સારી ઈવેન્ટ માની રહ્યા છે. અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓની સંખ્યાને જોતાં. અમેરિકામાં ભારતીય લોકો એક મહત્વપુર્ણ વોટ બેંક છે. ખાસ કરીને અમેરિકામાં અને બ્રિટેનમાં.
તો ટ્રમ્પની આ મુલાકાતમાં અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર પણ થઈ શકે છે. જેના કારણે અમેરિકી કંપનીઓને ભારતીય બજારમાં સરળતાથી એન્ટ્રી મળી શકશે. આ વેપાર કરારથી ભારતીય વેપાર-ઉદ્યોગ અને અર્થતંત્રને મોટો ફાયદો મળે તેવી શક્યતા છે.