ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મંગળવારે ઇન્ડિયન અમેરિકન્સે રૂા.48 લાખની કિંમતનું એક કિલોગ્રામ સોનું દાન કર્યું હતું. શ્રી આરાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ જે ચાવડાના જણાવ્યા અનુસાર, આજે પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા મહેન્દ્રભાઈ પટેલ અને હર્ષદભાઈ પટેલ તરફથી રૂા.48 લાખની કિંમતનું એક કિલો સોનું સુવર્ણ શિખર માટે મંદિરમાં ભેટમાં મળ્યું છે.

અહેવાલો અનુસાર માર્ચ મહિનામાં પણ એક દાતાએ માતાજીના શિખર માટે 1 કિલો 100 ગ્રામ સોનું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને દાન કર્યું હતું. માઈભક્તોના દાનની સરવાણી વડે અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે. 61 ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં 140 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.