અમેરિકામાં જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં ૨.૬ કરોડ લોકોએ બેરોજગારી ભથ્થું મેળવવાની અરજી કરી છે. અમેરિકાની સરકારે જાહેર કરેલા ડેટા પ્રમાણે છેલ્લાં એક જ મહિનામાં ૪૪ લાખ યુવાનોએ સરકારી સહાય મેળવવા અરજી કરી હતી. હજુય આ આંકડો એકાદ મહિનામાં વધે એવી શક્યતા છે. અમેરિકામાં કોરોનાની મહામારી ત્રાટકી ત્યારથી લઈને અત્યાર સુધીમાં ૨.૬ કરોડ લોકોએ બેરોજગારી ભથ્થુ મેળવવાની અરજી કરી છે. છેલ્લાં એક જ સપ્તાહમાં ૪૪ લાખ બેકાર નાગરિકોએ સરકાર પાસે સહાય માગી છે.

માત્ર પાંચ જ સપ્તાહમાં બેરોજગારીનો દર ૧૦ વર્ષમાં સૌથી વધારે થયો હતો. એક સપ્તાહમાં ૪૪ લાખ લોકોએ બેરોજગારી ભથ્થાની માગણી કરી હોય એવું અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત બન્યું છે. અગાઉ ૧૯૮૨માં એક સપ્તાહમાં ૬.૯૫ હજાર લોકોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી હતી. એ રેકોર્ડ આ વખતે તૂટયો હતો. અમેરિકન સરકારે જાહેર કરેલા અહેવા લ પ્રમાણે છેલ્લાં પાંચેક સપ્તાહમાં અંદાજે ૨.૬ કરોડ લોકો બેરોજગાર થયા હતા. કોરોનાના કારણે આ લોકોએ રોજગારી ગુમાવી હતી.

અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત બેરોજગારી ભથ્થુ મેળવવા માટે આટલી મોટી સંખ્યામાં અરજી મળી છે. અમેરિકામાં ૨૦૦૯ની મંદી કરતાં પણ આ વર્ષે બેરોજગારીનો દર વધ્યો છે. અગાઉ ૧૯૩૦ના ગ્રેટ ડિપ્રેશનના સમયગાળામાં સૌથી વધુ લોકો બેકાર બન્યા હતા. સરકારના આંકડા પ્રમાણે અત્યારે સરેરાશ છમાંથી એક અમેરિકન નાગરિક બેરોજગાર છે. એપ્રિલ માસમાં બેરોજગારીનો દર ૨૦ ટકાએ પહોંચી ચૂક્યો છે. ૨૦૦૯-૧૦ના વર્ષમાં ૧૨ લાખ લોકોએ બેરોજગારી ભથ્થું મેળવ્યું હતું. જોકે, સરકારે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે કોરોનાની મહામારી પછી બધુ સરખું થશે કે તરત જ મોટાભાગના બેરોજગાર યુવાનોને ફરીથી નોકરી મળી જશે.