નોર્થ કોરિયાએ રવિવારે ઓછામાં ઓછા એક બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. લાંબા ગાળાથી અટવાયેલી અણુ સમજૂતીના મુદ્દે અમેરિકાની બાઇડન સરકાર પર દબાણ લાવવાના પ્રયાસરૂપે ઉત્તર કોરિયાએ આની સાથે અત્યાર સુધી આ મહિને મિસાઇલનું સાતમી વખત પરીક્ષણ કર્યું હતું.

સાઉથ કોરિયાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફે આ મિસાઇલ બેલિસ્ટિક હતું કે નહીં તે અંગે તાકીદે કોઇ પુષ્ટી કરી ન હતી. જોકે જાપાનના સંરક્ષણ પ્રધાન અને વડાપ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે આ હથિયાર સંભવત બેલિસ્ટિક મિસાઇલ હતું. અગાઉ ગુરુવારે પણ નોર્થ કોરિયાએ દરિયામાં બે શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છોડ્યા હતા. આ ઉપરાંત મંગળારે લોંગ રેન્જ ક્રુઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. સાઉથ કોરિયાએ તેના અણુ યુદ્ધની ક્ષમતાને મજબૂત કરવાની અને વધુ શક્તિશાળી શસ્ત્રોનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તાજેતરના મહિનામાં નોર્થ કોરિયા તેની શસ્ત્ર પરીક્ષણ ક્ષમતામાં વધારો કરી રહ્યું છે. 2022માં અત્યાર સુધી સાત વખત મિસાઇલનું પરીક્ષણ કર્યું છે.