The use of TikTok has been banned by the European Parliament over the issue of data protection

ભારતે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો ત્યારબાદ હવે અમેરિકા પણ આ દિશામાં આગળ વધી રહ્યું હતું. અમેરિકી સેનેટે સર્વાનુમતે ચીની એપ ટીક ટૉક પર પ્રતિબંધ લાદવાના ખરડાને મંજૂરી આપી હતી. હવે અમેરિકી સરકારી કર્મચારીઓ ટીક ટૉક એપ દ્વારા કોઇ વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર મૂકી નહીં શકે. મૂકનાર સામે ક્રીમીનલ કેસ દાખલ કરવામાં આવશે.

રિપબ્લિકન સેનેટર જૉશ હોવલે આ ખરડો રજૂ કર્યો હતો જેને બુધવારે સેનેટે સર્વાનુમતે મંજૂર કર્યો હતો. આ પહેલાં એક મોખરાના ડેમોક્રેટિક સેનેટરએ એવો અહેવાલ વહેતો મૂક્યો હતો કે અમેરિકા અને એના મિત્ર દેશોએ ચીનના જાસસી ઉપકરણો અને સેન્સરશીપના નિયમોનો સામનો કરવા માટે કોઇ નક્કર પગલાં હજુ સુધી લીધાં નથી. 58 પાનાંના આ અહેવાલમાં એવો આક્ષેપ કરાયો હતો કે ધીમે ધીમે ચીન ઇન્ટરનેટ પર પોતાની ભીંસ વધારી રહ્યું છે.

એ અમેરિકા સહિત દુનિયાના બધા દેશોને નિશાન બનાવી રહ્યું છે. એને રોકવા માટે નક્કર પગલાંની તત્કાળ જરૂર છે. અમેરિકાએ અત્યાર સુધી લીધેલાં પગલાં પૂરતાં નથી. આવી પરિસ્થિતિ લાંબો સમય ચાલુ રહે તો અમરિકાના સાઇબર ડોમેનનું ભાવિ ચીન આંચકી લેશે. ચીને બાયોમેટ્રિક અને ફેશ્યલ રિકગ્નીશન ટેક્નિક, જેટા એનેલિસિસ, ઇન્ટરનેટ સેન્સરશીપ અને ડિજિટલ કોમ્યુનિકેશન પર ચાંપતી નજર રાખવા વિકસાવેલાં ઉપકરણો વિશે પણ આ રિપોર્ટમાં ઉલ્લેખો હતા.

દરમિયાન, 24 વગશીલ રિપબ્લિક સેનેટરોએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને ટીક ટૉક સહિત તમામ ચીની એપ્સ પર તત્કાળ પ્રતિબંધ લાદવાની માગણી કરી હતી. આ પત્રમાં જણાવાયું હતું કે પોતાની સલામતી ખાતર ભારતે ચીનની 59 જેટલી એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હવે અમેરિકાએ વહેલામાં વહેલી તકે આવું પગલું લેવાની જરૂર છે.