r

લેટિન અમેરિકન દેશ વેનેઝુએલાના પ્રેસિડેન્ટ નિકોલસ મડુરોએ જાહેરાત કરી છે કે, વેનેઝુએલાના સુરક્ષા દળોએ એક અમેરિકન જાસૂસને જે કોલંબિયા સાથેની સરહદ પાસેથી પકડી પાડ્યો છે. એટર્ની જનરલ ટારેક વિલિયમ સાબે સોમવારે જાહેરાત કરી હતી કે, આ જાસૂસ પર ત્રાસવાદનો આરોપ મુકવામાં આવશે.

મડુરોએ જણાવ્યું હતું કે, આ જાસૂસને ફાલ્કન રાજ્યમાંથી પકડવામાં આવ્યો હતો, જે નોર્થ વેસ્ટ સમુદ્ર કિનારાની કોલંબિયાની સરહદ સાથે જોડાયેલો છે. આ જાસૂસ ફાલ્કનમાં અમુઆય અને કાર્ડોન રીફાઇનરીની જાસૂસી કરતો હતો. જો કે, તેનું નામ જાહેર કરાયું નથી. આ જાસૂસ અગાઉ અમેરિકન નેવીમાં અને ઇરાકમાં સીઆઇએના બેઝ પર કામ કરી ચૂક્યો છે. આ જાસૂસ પાસેથી ખાસ વિસ્ફોટક, ભારે હથિયારો અને મોટા પ્રમાણમાં ડોલર પકડાયા છે. થોડા દિવસ પહેલા એક્સપર્ટ એન્જિનિયર, ટેકનોલોજિકલ સાયન્ટિસ્ટે મળીને રીફાઇનરીમાં વિસ્ફોટ કરવાનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું હતું. આ કાર્યવાહી અલ પલીતો રીફાઇનરી પાસે થઇ હતી.