એશિયન મીડિયા ગ્રુપ દ્વારા લંડનના મેયર સાદિક ખાન સાથે તા. 29મી એપ્રિલ ગુરૂવારે સાંજે 6 વાગ્યે એક વિશેષ મુલાકાત – કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ગરવી ગુજરાત – ઇસ્ટર્ન આઇના એડિટર એટ લાર્જ બાર્ની ચૌધરી સાંજે 6 વાગ્યાથી એક કલાક સુધી આ વિશેષ વર્ચુઅલ ઇવેન્ટમાં ‘ઇન કન્વર્ઝેશન વીથ સાદિક ખાન’ ના નેજા હેઠળ સાદિક ખાનની મુલાકાત લેશે. આ પ્રસંગે તા. 6 મેના રોજ મેયરની ચૂંટણી પહેલા મેયરને પ્રશ્નો પૂછવાની પણ તકો મળશે.

સાદિક ખાન 2016 માં કોઈ પણ રાજકારણી કરતા સૌથી મોટો અંગત જનાદેશ ધરાવતા મોટા યુરોપિયન શહેરો પૈકી વિશાળ એવા લંડનના પ્રથમ એશિયન મેયર તરીકે ચૂંટાયા હતા.

એશિયન મીડિયા ગ્રુપ આ ઇવેન્ટનું આયોજન કરી વાચકોને અને લંડનના લોકોને મેયર સાદિક ખાનને સાંભળવાની, તેમના રેકોર્ડની તપાસ કરવાની અને બીજી ટર્મ માટેની તેમની યોજનાઓ સાંભળવાની તક આપશે.

જો આપ પણ વિશેષ કાર્યક્રમમાં હાજર રહેવા માંગતા હો તો આપની હાજરીની નોંધણી કરાવવા માટે અહીં ક્લિક કરો અથવા તો www.amg.biz/events/in-versvers-with-sadiq-khan ની મુલાકાત લો.