(ANI Photo/ Amit Shah Twitter)

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પાકિસ્તાનની બોર્ડર પર આવેલા સુઇ ગામમાં નડાબેટ સીમા દર્શન પોઈન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. રાજ્યના ટુરિઝમ ડિપાર્ટમેન્ટે બીએસએફ અને R&Bની મદદથી રૂ.125 કરોડના ખર્ચે વિશાળ પ્રવાસન સ્થળ ઉભું કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર સ્થળ વિકસાવવામાં આવ્યું છે કે જેથી હવે અહીં વાઘા અને અટારી બોર્ડરની જેમ સરહદ પર તૈનાત બીએસએફ જવાનના શૌર્યને નિહાળી શકાશે.

રાજ્યના બનાસકાંઠાના સુઈ ગામમાં પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની બોર્ડર પર જવાનોનો રૂંવાડા ઉભા કરી દે તેવો જુસ્સો જાહેર જનતાને નિહાળવાનો મોકો મળશે અને બોર્ડરની નજીક જવાની પણ એક અનુભુતિ કરવા મળશે.

ગૃહમંત્રી અમિત શાહ નડાબેટ સીમા દર્શન પોઈન્ટ માટે પહોંચ્યા તે પહેલા તેઓ નડેશ્વરી માતાના દર્શન માટે પહોંચ્યા હતા. અહીં તેમની સાથે રાજ્યના પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. નડેશ્વરી માતાના દર્શન કર્યા બાદ ગૃહપ્રધાન અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ નડાબેટ સીમા દર્શન પોઈન્ટના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા.