A person who was declared dead of corona two years ago in a Vadodara hospital returned home

ગાંધીનગર જિલ્લાના રાયસણ ખાતે આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થતાં 37 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા રાજ્યમાં કોરોનાની નવી લહેરની ચિંતા ઊભી થઈ હતી. કોરોના વિસ્ફોટને કારણે યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે ફફડાટ ફેલાય ગયો હતો અને કેટલાય વિદ્યાર્થીઓ રાતોરાત હોસ્ટેલ છોડીને જતાં રહ્યા હતા. કોરોના વિસ્ફોટ બાદ આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ટેસ્ટિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.  GNLUમાં અત્યાર સુધી કુલ 37 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. અને હજુ પણ આ આંકડો વધે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.