બોલિવૂડના અભિનેતા અને અમઝદ ખાનના ભાઇ ઇમ્તિયાઝ ખાન (ઉંમર 78 વર્ષ) નું 15 માર્ચના રોજ મુંબઇમાં નિધન થયું છે. તેઓ ગુજરાતી નાટકોની જાણીતી અભિનેત્રી કૃતિકા દેસાઇનાં પતિ હતા. અનેક બોલિવૂડની હસ્તીઓએ ઇમ્તિયાઝના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો. જાવેદ જાફરી અને અંજુ મહેન્દ્રુ જેવા ફિલ્મકારોએ પણ ટ્વીટર પર ઇમ્તિયાઝ ખાન સાથેની પોતાની યાદો અને તસવીરો પોસ્ટ કરી છે. પીઢ અભિનેતા જયંતના પુત્ર ઇમ્તિયાઝ ખાન અભિનેતાની સાથે દિગ્દર્શક પણ હતા. તેમણે, યાદોં કી બારાત, ડાક બંગલા, ચોર પોલીસ, ધર્માત્મા, દયાવાન, હલચલ, પ્યારા દોસ્ત, નૂર જહાં અને ગેંગ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની પત્ની કૃતિકા દેસાઇ ગુજરાતી નાટકોની સાથે ‘શક્તિઃ અસ્તિત્વ કે અહેસાસ કી’, ‘ઉતરન’ વગેરેમાં કામ કરી ચૂકી છે અને લોકપ્રિય શો ‘સુપરહિટ મુકાબલા’ની હોસ્ટ રહી ચૂકી છે. આ દંપતીને આયેશા ખાન નામની દીકરી પણ છે.