Government opposes Vedanta-Hind Zinc deal, slams Anil Agarwal
વેદાંત રિસોર્સિંગ (ઇન્ડિયા)ના ગ્રૂપ ચેરમેન અનિલ અગ્રવાલનો ફાઇલ ફોટો (Getty Images)

સ્ટીલ સેક્ટરની વિશ્વવિખ્યાત કંપનીના માલિક અને ભારતીય મૂળના બિઝનેનસમેન અનિલ અગ્રવાલ ભારતની જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપની બીપીસીએલના ખાનગીકરણ પર મીટ માંડીને બેઠાં છે. વેદાંતના સ્થાપક અગ્રવાલે બીપીસીએલને ખરીદવા માટેની ઈચ્છા અગાઉ જ દર્શાવી હતી અને હવે સરકારના તમામ ખાનગીકરણના પ્રયાસો પર તેઓ નજર રાખી રહ્યાં છે.

મીડિયા અહેવાલ અનુસાર માઇનિંગ કંપની વેદાંત રિસોર્સિસ લિમિટેડ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)માં ભારત સરકારનો હિસ્સો ખરીદવા માટે બોલી લગાવવા 10 બિલિયન ડોલરનું જંગી ભંડોળ બનાવવાની તૈયારી કરી રહી છે. વેદાંતના ચેરમેન અનિલ અગ્રવાલે ગુરુવારે માહિતી આપી હતી કે અમે 10 બિલિયન ડોલરનું ફંડ એકત્ર અલગ ફાળવવાની તૈયારીમાં છીએ. તે માત્ર બીપીસીએલ માટે જ નહિ પરંતુ ખાનગીકરણના રાહે આગળ ધકેલાતી અન્ય કંપનીઓમાં પણ કંપની તકો શોધશે. અત્રે ઉલ્લેખનીય છે ભારત સરકાર જાહેર માલિકીની રિફાઈનરી અને ઓઈલ માર્કેટિંગ કંપની બીપીસીએલમાં લગભગ 53 ટકા હિસ્સો વેચવા માંગે છે, જેની અંદાજિત કિંમત 6 બિલિયન ડોલરથી વધુ છે.

અગ્રવાલે કહ્યું કે આ ફંડ કંપનીના પોતાના સંસાધનો અને બાહ્ય રોકાણોની મદદથી બનાવવામાં આવશે. જોકે એક મહત્વનું નિવેદન તેમણે આપ્યું કે બીપીસીએલને ખરીદવા માટે નાણાંના એકત્રીકરણ માટે ઋણ લેવાની પણ અમારી તૈયારી છે. અમે હાલ માળખું તૈયાર કરી રહ્યાં છીએ. સમય નજીક આવતા અમે નક્કી કરીશું કે અમારે કયા માધ્યમ થકી કેટલું ભંડોળ એકત્ર કરવાનું છે. પૈસાની સમસ્યા અમારી સાથે ક્યારેય નહિ થાય તેમ અગ્રવાલે ઉમેર્યું હતુ. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ખાનગીકરણની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. અગાઉ સરકાર માર્ચ 2021 સુધીમાં તેનું ખાનગીકરણ કરવા માંગતી હતી. જોકે હવે તે આગામી નાણાકીય વર્ષમાં જ પૂર્ણ થવાની ધારણા છે. જણાવી દઈએ કે બીપીસીએલ દેશની ઓઈલ રિફાઈનરીની ક્ષમતામાં 14% હિસ્સો ધરાવે છે અને ઈંધણ વેચાણ બજારમાં તેનો હિસ્સો લગભગ 25 ટકા છે. કંપનીની મુંબઈ, કોચી, બીના અને નુમાલીગઢ ખાતે મોટી રિફાઈનરીઓ પણ છે.