
સિટિઝનએમ, જે કંપનીએ સિટીઝનએમ હોટેલ બ્રાન્ડની સ્થાપના, માલિકી અને સંચાલન કર્યું હતું, તેને હવે મેરિયટ ઇન્ટરનેશનલના સંપાદન પછી “અનધર સ્ટાર” તરીકે રિબ્રાન્ડ કરવામાં આવી છે. તેના નવા નામ હેઠળ, કંપની મેરિયટ સાથે લાંબા ગાળાના ફ્રેન્ચાઇઝી કરારો દ્વારા યુરોપ અને યુ.એસ.માં તમામ સિટીઝનએમ હોટલની માલિકી અને સંચાલન ચાલુ રાખશે.
મેરિયટે જુલાઈમાં રતન ચઢ્ઢા દ્વારા સ્થાપિત નેધરલેન્ડ સ્થિત સિલેક્ટ-સર્વિસ બ્રાન્ડ, સિટીઝનએમનું $355 મિલિયનનું સંપાદન પૂર્ણ કર્યું. આ પોર્ટફોલિયોમાં લંડન, પેરિસ, એમ્સ્ટરડેમ, ન્યુ યોર્ક, બોસ્ટન, મિયામી અને લોસ એન્જલસ સહિત યુ.એસ., યુરોપ અને એશિયા પેસિફિકના 20 થી વધુ શહેરોમાં 8,312 રૂમ ધરાવતી 37 હોટલનો સમાવેશ થાય છે.
“જ્યારે અમે 2006 માં શરૂઆત કરી હતી, ત્યારે અમારા પ્રોજેક્ટનું નામ વન સ્ટાર ઇઝ બોર્ન હતું, જે વૈભવી હોસ્પિટાલિટીને ફરીથી વ્યાખ્યાયિત કરવાની અને તેને સુલભ બનાવવાની મહત્વાકાંક્ષાથી પ્રેરિત હતું,”
અન્દર સ્ટારના સીઈઓ લેનર્ટ ડી જોંગે જણાવ્યું હતું. “તે મહત્વાકાંક્ષાએ સિટીઝનએમને જન્મ આપ્યો. મેરિયોટને બ્રાન્ડના વેચાણ સાથે, અમે તે વારસાનું સન્માન કરીએ છીએ અને અંડર સ્ટાર તરીકે આગળનું પગલું ભરીએ છીએ: એક કંપની જે કાર્યક્ષમ ઓપરેટિંગ મોડેલ દ્વારા હાઈપ્રોફાઇલ મહેમાનો સંતોષ આપવાની સાથે નફાકારકતા પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના ટેક સ્ટેક અને ઉપલબ્ધ તકનીકોના આધારે, અમે એક નવું ધોરણ સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખીએ છીએ.”
કંપનીએ જણાવ્યું હતું કે, બધી સિટીઝનએમ હોટલ હવે મેરિયોટ બોનવોયનો ભાગ બનશે, જે લગભગ 260 મિલિયન સભ્યોને દરેક રોકાણ પર પોઈન્ટ કમાવવા અને રિડીમ કરવાની ક્ષમતા આપશે. મેરિયોટ બોનવોય સાથે ભાગીદારીમાં, અનધર સ્ટારે તેનો mycitizenM+ પેઇડ સભ્યપદ કાર્યક્રમ ચાલુ રાખ્યો છે, જે હવે સભ્યોને તાત્કાલિક મેરિયોટ બોનવોય ગોલ્ડ એલીટ સ્ટેટસ ઓફર કરે છે.












