પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકામાં વર્ક પરમિટ કે ગ્રીનકાર્ડ મેળવવાનું હવે વધુ અધરું બનશે. આવા ઇમિગ્રેશન લાભ મેળવવા માટે અરજી કરનારા વિદેશી લોકોનું હવે ‘એન્ટિ અમેરિકાનિઝમ’ માટે સ્ક્રીનિંગ થશે. આનો અર્થ એવો થાય છે કે આવા અરજદારોની પૃષ્ઠભૂમિ તપાસવામાં આવશે, જેથી ખાતરી કરી શકાય કે તેઓ અમેરિકા વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ નથી. અમેરિકા વિરોધી વલણ ધરાવતા ધરાવતા લોકોની અરજી રિજેક્ટ થશે.

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) જણાવ્યું હતું કે અધિકારીઓ હવે આ બાબતની ચકાસણી કરશે કે ગ્રીન કાર્ડ જેવા લાભ માટે અરજી કરનારા વ્યક્તિએ અમેરિકન વિરોધી, યહૂદી વિરોધી વિચારોને સમર્થન, પ્રોત્સાહન આપ્યું છે કે નહીં. આવા વ્યક્તિની ત્રાસવાદને સમર્થન કર્યું છે કે નહીં તેની પણ ચકાસણી કરાશે.

USCISના પ્રવક્તા મેથ્યુ ટ્રેગેસરે જણાવ્યું હતું કે અમેરિકાના ફાયદા એવા લોકોને ન આપવા જોઈએ, જેઓ દેશને ધિક્કારે છે અને અમેરિકા વિરોધી વિચારધારાઓને પ્રોત્સાહન આપે છે. અમેરિકામાં રહેવાના અને નોકરી કરવાના સહિતના ઇમિગ્રેશનના લાભો એક વિશેષાધિકાર છે અને તે કોઇના અધિકાર નથી.

જોકે આ એન્ટિ-અમેરિકાનિઝમ કઈ બાબતોનો સમાવેશ થશે તેની સ્પષ્ટતા કરાઈ નથી. આ આ ઉપરાંત આવું નવું સ્ક્રીનિંગ ક્યારે અમલી બનશે તેની પણ ચોખવટ કરાઈ નથી.

અમેરિકામાં ઇમિગ્રેશન પર નિયંત્રણોની હિમાયત કરતાં સંગઠન સેન્ટર ફોર ઇમિગ્રેશન સ્ટડીઝના ડાયરેક્ટર (નિયમનકારી બાબતો અને નીતિ) એલિઝાબેથ જેકોબ્સે જણાવ્યું હતું કે સંદેશ સ્પષ્ટ છે કે અમેરિકા અને ઇમિગ્રેશન એજન્સીઓ ઇમિગ્રેશન સંબંધિત નિર્ણયો લેતી વખતે અમેરિકા વિરોધી અથવા યહૂદી વિરોધી વિચારધારા ધરાવતા લોકો પ્રત્યે ઓછી સહિષ્ણુતા દાખવશે. અધિકારીઓએ કયા પ્રકારના વર્તન અને પ્રથાઓ ધ્યાનમાં લેવી જોઈએ તે અંગે સરકાર વધુ સ્પષ્ટતા કરી રહી છે, પરંતુ અધિકારીઓની મુનસફી મહત્ત્વની બની રહેશે.

ટ્રમ્પ જાન્યુઆરીમાં બીજી વખત પ્રેસિડન્ટ બન્યાં પછી ઇમિગ્રન્ટ્સ વિરોધી નીતિઓ અપનાવી રહ્યાં છે. અગાઉ સોશિયલ મીડિયાની ચકાસણી પણ ફરજિયાત કરાઈ હતી.

 

LEAVE A REPLY