Ashvir Singh Johal

લેસ્ટરમાં જન્મેલા અશ્વિરસિંઘ જોહલની તાજેતરમાં નોર્થ-વેસ્ટ ઈંગ્લેન્ડના લેન્કેશાયરમાં મોરેકેમ્બે એફસીમાં નિમણૂક કરાઈ હતી. તે ઈંગ્લેન્ડની કોઈપણ ફૂટબોલ ક્લબ (એફસી)ના પ્રથમ બ્રિટિશ શીખ મેનેજર બન્યો છે. 30 વર્ષનો જોહલ લેસ્ટર સિટી ફૂટબોલ ક્લબમાં 10 વર્ષથી કાર્યરત છે અને એકેડેમીમાં યુવા ખેલાડીઓને કોચિંગ આપી રહ્યો છે.

તેની મેનેજરપદે નિમણૂક જૂનમાં ફૂટબોલ એસોસિએસન (એફએ) સાથે યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએસન (યુઇએફએ)ની પ્રો લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી થઇ છે. તે મેનેજમેન્ટ અને ફૂટબોલ કોચિંગમાં સૌથી વધુ યોગ્યતા ધરાવનારો સૌથી નાના ખેલાડીઓમાંનો એક છે. આ નિમણૂક પછી જોહલે ક્લબને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘હું માનું છું કે, ફુટબોલ ચાહકો એવી વ્યક્તિ પાસેથી અપેક્ષા રાખતા હોય છે જે ખૂબ મહેનતુ હોય અને તેમનું અને તેમના શહેરનું પ્રતિનિધિત્વ કરવામાં ખરેખર ગર્વની લાગણી અનુભવતા હોય.

LEAVE A REPLY