APDA, સ્ટાફ અને સર્વિસ યુઝર્સના મેનેજમેન્ટે હાર્લ્સડેનમાં આવેલા ડે કેર સેન્ટર ખાતે યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ડે ઓફ પીપલ વિથ ડિસેબિલિટીઝ અને દિવાળીની ઉજવણી કરી હતી.

આ દિવસના મહત્વને ઉજાગર કરવા માટે, સેવા લેતા લોકો અને સ્ટાફે 17 યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) દર્શાવતી પરેડ યોજી હતી. અતિથિઓ અને પરિવારોએ ખૂબ જ પ્રિય ડાન્સ ઇન્સટ્રક્ટર બિનલ ત્રિવેદીની આગેવાની હેઠળ નૃત્ય અને સંગીતમાં ભાગ લીધો હતો. દૃષ્ટિહીન કલાકાર અને પર્ક્યુશનિસ્ટ ઘૌ રત્નરાજે નૃત્યાંગના ઉત્તરા જોશી સાથે ત્રણ એકોસ્ટિક પીસ રજૂ કર્યા હતા.

APDAના CEO શ્રીમતી ઝીનત જીવાએ સમુદાયમાં વિકલાંગ અને વૃદ્ધ લોકોને કનડતા પડકારો અને અવરોધોને સ્પર્શતું વિચારપ્રેરક ભાષણ આપી સામાજિક, શારીરિક, સમાજના પૂર્વગ્રહો અને ભેદભાવો પર પ્રકાશ પાડ્યો હતો.

શ્રી પ્રદિપ શાહે જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર પ્રકાશ, આશા અને અંધકાર પરના પ્રેમની જીતની યાદ અપાવે છે.

એપીડીએના સહ-સ્થાપક માઈકલ જીવાએ સલાહ આપી હતી કે આ સમયગાળાનો ઉપયોગ આપણા આત્માને તપાસવા, ચિંતન કરવા, લોભ અને નફરતના અંધકારને દૂર કરવા અને દિવાળીના પ્રકાશને સ્વીકારવા માટે થવો જોઈએ.

બ્રેન્ટ કાઉન્સિલના કોમ્યુનિટીઝ ડાયરેક્ટર કીબીબી ઓકટેવે, બ્રેન્ટ કાઉન્સિલના અધિકારીઓ ડેનિકા શરણ, રેનાટા અઝાર તેમજ બ્રેન્ટ કાઉન્સિલર ભગવાનજી ચોહાણે વક્તવ્ય આપ્યા હતા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

LEAVE A REPLY

11 − eleven =