UK approves Covid vaccine for children
પ્રતિક તસવીર (ANI Photo)

65 વર્ષ અને તેથી વધુ વયના દરેક લોકોને આ ઓટમમાં કોવિડ-19 બૂસ્ટર રસી લેવા વિનંતી કરવામાં આવી છે. રસી લેનારા લોકોમાં આરોગ્ય કર્મચારીઓ અને રોગપ્રતિકારક શક્તિ સાથે ચેડા થયા હોય તેવા પુખ્ત વયના લોકો પણ પાત્ર છે. આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે વાયરસ હજૂ “દૂર થયો નથી”.

લગભગ 14 મિલિયન લોકોને કોરોનાવાઇરસ અને ફ્લૂની રસી મફત આપવામાં આવશે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, એચઆઈવી, ગંભીર અસ્થમા, ડાયાબિટીસ, ક્રોનિક શ્વસન રોગો તથા અન્ય કોઈપણ અંતર્ગત સ્થિતિ ધરાવતા લોકોને બૂસ્ટર આપવામાં આવશે. ફક્ત NHS પર જ ઉપલબ્ધ યુવાન તંદુરસ્ત પુખ્ત વયના લોકો કોવિડ-19 બૂસ્ટર મેળવી શકશે નહીં. જો કે ફલૂ જેબ્સ ખાનગી રીતે ફાર્મસીઓમાંથી ખરીદી શકાય છે. ઓક્ટોબરમાં GP સર્જરી અને ફાર્મસીઓમાં રસી આપવાનું શરૂ થશે અને તે ડિસેમ્બરની શરૂઆતમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીના ડૉ. મેરી રામસેએ કહ્યું હતું કે “કોવિડ-19 વાઇરસ દૂર થયો નથી અને અપેક્ષા છે કે તે શિયાળાના મહિનાઓમાં વધુ વ્યાપકપણે ફેલાય છે અને લોકોની બીમાર થવાની સંખ્યામાં વધારો કરે છે.’’

JCVIના કોવિડ-19 ઇમ્યુનાઇઝેશનના અધ્યક્ષ પ્રોફેસર વેઇ શેન લિમે કહ્યું હતું કે “ઑટમ બૂસ્ટર પ્રોગ્રામમાં ગંભીર રીતે બીમાર થવાનું સૌથી વધુ જોખમ ધરાવતા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. આ વ્યક્તિઓને બૂસ્ટર રસીકરણથી સૌથી વધુ ફાયદો થશે તથા શિયાળાના મહિનાઓમાં વાઇરસથી થતા હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુથી તેમને રોકવામાં મદદ કરે છે.”

LEAVE A REPLY

13 + nine =