Man smoking cigarette

જુલાઈના અંતમાં એક સપ્તાહના અંતે ન્યૂહામ વિસ્તારની 13 દુકાનોમાંથી ન્યુહામ કાઉન્સિલના ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ અધિકારીઓએ 20,000 ગેરકાયદેસર સિગારેટ, 150 મોટા વેપ, ચ્યુઇંગ ટોબાકોના 300 પેકેટ, 100 ગ્રામ હેન્ડ-રોલિંગ ટોબાકો અને £25,000થી વધુ મૂલ્યની ગેરકાયદે ટોબાકો જપ્ત કરવામાં આવી હતી.

મોટાભાગનો ટોબાકો દેશમાં દાણચોરી કરી લવાયો હોવાની શંકા છે. તો કેટલીક નકલી બ્રાન્ડ્સની હોવાનું મનાય છે જેમાં હાનિકારક તત્વો હોઈ શકે છે અને તે સ્વયં બુઝાઈ શકતી નથી. ન્યૂહામ કાઉન્સિલે ચેતવણી આપી છે કે આવી વસ્તુના ગેરકાયદેસરના વેચાણ કે સપ્લાય બદલ 10 વર્ષ સુધીની જેલ અને અમર્યાદિત દંડ સહિત દંડનો સામનો કરવો પડી શકે છે.

ન્યુહામ કાઉન્સિલના કેબિનેટ મેમ્બર ફોર કોમ્યુનિટી સેફ્ટી એન્ડ ક્રાઈમ અને કાઉન્સિલર અમર વિરડીએ જણાવ્યું હતું કે “ગેરકાયદે તમાકુનો બિઝનેસ છુપાવવા અસંખ્ય અનૈતિક વેપારીઓ આત્યંતિક હદ સુધી જઈ રહ્યા છે અને તેમની સંખ્યા ચિંતાજનક દરે વધી રહી છે. ગેરકાયદેસર તમાકુ અને અસુરક્ષિત ઉત્પાદનોનો અભૂતપૂર્વ વપરાશ ખૂબ જ ચિંતાનો વિષય છે.”

LEAVE A REPLY

eighteen − 2 =