Photo by STRDEL/AFP via Getty Images)
ટીવી સીરિયલ્સના ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણીતા કલાકારો પાસે કામની અછત હોવાનું બહાર આવ્યું છે. તાજેતરમાં જાણીતા કલાકાર કરણ પટેલે સોશિયલ મીડિયામાં  કાસ્ટિંગ એજન્સીઓ પાસેથી કામની માગણી કરી હતી. અગાઉ સંજય ગાંધીએ પણ આ જ પ્રકારની માગણી કરી હતી. આથી હવે એવી ચર્ચા છે કે, આવા કલાકારો પાસે પર્યાપ્ત કામ નથી.
કરણ પટેલે સોશિયલ મીડિયામાં એક અપ્રત્યક્ષ મુદ્દો ઉઠાવીને કાસ્ટિંગ એજન્સીઓ પાસેથી કામ માગ્યું હતું. તેણે લખ્યું હતું, “ઓકે, એમ નહીં, હવે ચૂંટણીઓ સમાપ્ત થઈ ગઈ છે, ભારતે ટી20 વ4લ્ડ કપ પણ જીતી લીધો છે, દીપિકા પદુકોણનો સૌથી ક્યુટ બેબી બમ્પ પણ બધાએ જોઈ લીધો, થનારા માતા પિતાને અભિનંદન…! શું હવે આપણે ફરી આપણા કામે લાગી શકીએ, અને કોઈ કાસ્ટિંગ કરતું હોય તો મહેરબાની કરીને મને કહેજો.”
આ અંગે જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીએ પોતાના વિચારો રજૂ કર્યા છે. શ્વેતાએ કહ્યું હતું કે, “મને લાગે છે કે આજકાલ ટીવીના જાણીતા અને લોકપ્રિય કલાકારોને વધુ સંઘર્ષનો સામનો કરવો પડે છે. આજકાલ કોઈ પણ ઓછા પૈસામાં એક્ટર બનવા આવી જાય છે. જો હું કોઈ શો કરતી હોય, તો મારા અનુભવના આધારે હું અમુક ચોક્કસ રકમ માગીશ. પણ આજકાલ મેં એવા લીડ એક્ટર્સ જોયા છે, જે 5000-6000માં કામ કરતા હોય છે. બીજો મુદ્દો એવો છે કે નવા કલાકારો ગમે તે રોલ કરી લેશે. જ્યારે જાણીતા કલાકાર માટે જુના પાત્રની ઇમેજમાંથી બહાર આવીને નવી ભૂમિકા ભજવવાનું સરળ હોતું નથી.
ઉદાહરણ તરીકે, લોકો મને પ્રેરણા તરીકે ઓળખે છે તો નવા શો માટે નવું પાત્ર બનવામાં મને થોડો સમય લાગશે. પરંતુ દર્શકો નવા કલાકારને સરળતાથી સ્વીકારી લેશે કારણ કે તેમને પહેલાં બીજા કોઈ રોલમાં જોયા નથી. તેથી જ લોકપ્રિય કલાકારોને સંઘર્ષ કરવો પડે છે. તેઓ અમને યોગ્ય વળતર ચૂકવવા નિર્માતા તૈયાર નથી. તેમની પાસે બજેટ જ નથી તેથી તેઓ સસ્તા કલાકારોને પસંદ કરે છે, તેઓ લોકપ્રિય ચહેરાને શું કામ આપે?”
શ્વેતા તિવારી વધુમાં કહ્યું હતું કે, “જો મારી વાત કરું, તો મારે બાળકો છે, તેથી હું મહિનામાં 30 દિવસ કામ ન કરી શકું. હું એવા શૂટિંગ માગુ છું જેમાં મારે મહિનામાં 15-20 દિવસ જ કરવાનું હોય અને રવિવારે રજા હોય. હું અગાઉ સતત કામ કરતી હતી. તેઓ મારા દિવસના 12 કલાક માગી લે તો મને વાંધો નથી, પણ ના, એમને તો મહિનામાં 30 દિવસ 14 કલાક કામ કરે તેવું કોઈ જોઈએ છે. તેથી મને કોઈ કન્સેપ્ટ ગમે તો આ વાત પર આવીને હું અટકી જાઉં છું. મારા ઘર અને બાળકોને મારી જરૂર છે. મારી મમ્મી હવે વૃદ્ધ થઈ રહી છે, તેને મારી જરૂર છે.”

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments