બોલીવૂડમાં અર્જુન કપૂર પોતાનું સ્થાન જમાવી રહ્યો છે. તે એક પછી એક ફિલ્મ પૂર્ણ કરી રહ્યો છે. હવે તે એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મમાં કામ કરી રહ્યો છે, જેનું દિગ્દર્શન અજય બહેલ કરે છે. ભૂષણકુમાર અને શૈલેશ સિંહ નિર્મિત આ ફિલ્મનું નામ ‘ધ લેડી કિલર’ છે. આ ફિલ્મ એક એવા યુવક પર આધારિત છે જે નાના શહેરમાંથી આવે છે અને તે પ્લેબોય હોય છે. તે એક અલ્લડ પણ સુંદર યુવતીના પ્રેમમાં પડે છે. અર્જુન કપૂરે પોતાના આ પાત્રને પડકારજનક ગણાવ્યું છે. તેની કારકિર્દીમાં અત્યાર સુધીની કારકિર્દીમાં આ એક જુદા પ્રકારની જ ભૂમિકા હશે. તેણે જણાવ્યું હતું કે, હું ભૂષણકુમારની નિર્માણ કંપનીનો હિસ્સો બનીને કામ કરવા ઉત્સાહિત છું. ભૂષણ કુમારે જણાવ્યું હતું કે, મને ખાતરી છે કે, અજય અને અર્જુન મળીને એક હિટ ફિલ્મ આપશે.