Kriti Sanon as Sita in Adipurush
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

ક્રિતી સેનનની ફિલ્મી કારકિર્દી ધીરે ધીરે પાટે ચડી રહી છે. તેણે વર્ષ 2014માં ફિલ્મ ‘હીરોપંતી’થી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. હવે તેણે મુંબઇમાં પોતાનું ઘર ખરીદી લીધું હોવાનું કહેવાય છે.

જોકે અત્યાર સુધી મુંબઇમાં પોતાના માતા-પિતા અને બહેન નૂપુર સાથે ભાડાના ઘરમાં રહેતી હતી. આ અંગે ક્રિતીએ જણાવ્યું હતું કે, મુંબઇમાં મેં મારું પોતાનું ઘર ખરીદી લીધું હોવાથી હું બહુ જ ખુશ છું. આ ઘરમાં ઇન્ટિરિયર ડેકોરેશન કરાવ્યું છે. અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, દિવાળીના તહેવારો ખુશીઓ લઇને આવતા હોય છે. હું દિલ્હીની રહેવાસી છું, અને ભૂતકાળમાં દિલ્હીમાં ઊજવેલા તહેવારો મને આજે પણ યાદ છે. ક્રિતીનું ઘર બહુ જ સુંદર અને એક સેલીબ્રિટી હોમ જેવું જ દેખાય છે. તેની ઇન્ટિરિયર ડેકોરેટરે આ ઘરને શણગારવામાં ક્રિતિની એક એક પસંદને મહત્ત્વ આપ્યું છે. ક્રિતી પાસે અત્યારે બોલીવૂડમાં ઘણા નવા પ્રોજેક્ટ છે. તે વરુણ ધવન સાથે ભેડિયા, ટાઇગર શ્રોફ સાથે હીરોપંતી ટુ, હમ દો હમારે દો અને બચ્ચન પાંડે જેવી ફિલ્મોમાં જોવા મળશે.