(ANI Photo)

મલાઈકા અરોરા પોતાના કરતાં 12 વરસ નાના અર્જુન કપૂર સાથે આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરશે તેવી ચર્ચાઓ બોલીવૂડમાં થઇ રહી છે. તેઓ છેલ્લાં પાંચ વર્ષથી રિલેશનશિપમાં છે તે જગજાહેર છે.

હવે તેમની નજીકના સૂત્રો જણાવે છે કે, મલાઈકા અને અર્જુન આ વર્ષે નવેમ્બર કે ડિસેમ્બરમાં એક સાદા સમારંભમાં લગ્ન કરી લેશે. આ સમારંભમાં માત્ર ગણતરીના મહેમાનો અને પરિવારજનો જ હાજર રહેશે. લગ્ન પછી બંને કેટલાક મિત્રો માટે એક વેડિંગ પાર્ટી પણ યોજશે. મલાઈકા અને અરબાઝ ખાને 2008માં લગ્ન કર્યાં હતાં અને તેમનો પુત્ર અરહાન અત્યારે 19 વર્ષનો છે.

મલાઈકાએ 2016માં અરબાઝ સાથે છૂટાછેડા લીધા હતા. તે જ અરસામાં અર્જુન સાથે તેનો સંબંધો વિકસ્યા હોવાનું માનવામાં આવે છે. જોકે, બંનેએ છેક 2019માં પોતાની રિલેશનશિપ જાહેર કરી હતી. હવે બહુ લાંબા સમયથી તેઓ મેરેજ કરી લેવાના હોવાની વાતો થતી રહે છે.

જોકે, આ વખતે આ અંગેના ચર્ચાઓ પછી ખુદ અર્જુન કપુરે તેની આડકતરી નોંધ લેતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી હતી કે મારી અંગત જિંદગી અંગે લોકોને મારા પહેલાં જ ખબર કેવી રીતે પડી જાય છે તે વાતની મને નવાઈ લાગે છે. મલાઈકા અને અર્જુનને તેમની ઉંમરને કારણે વારંવાર ટ્રોલ પણ કરવામાં આવ્યાં છે.