TOPSHOT - This photograph taken on May 27, 2020 shows policemen and onlookers standing on the banks of the Velliyar River in Palakkad district of Kerala state as a dead wild elephant (C), which was pregnant, is retrieved following injuries caused when locals fed the elephant a pineapple filled with firecrackers as it wondered into a village searching for food. (Photo by STR / AFP) (Photo by STR/AFP via Getty Images)

કેરળમાં ગર્ભવતી હાથણીના દર્દનાક હત્યાનો મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ મામલામાં એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. કેરળ વન વિભાગે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘કેરળ વન વિભાગે હાથણીની હત્યાના કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.’ આ ઘટનાને સમગ્ર દેશવાસીઓએ વખોડી છે.

કેરળ વન વિભાગના સૂત્રોએ ગુરૂવારના રોજ જણાવ્યું હતું કે 15 વર્ષીય હાથણીને કેટલાક લોકોએ ફટાકડા ભરેલું અનાનસ ખવડાવ્યું હતું જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. હાથણીના મોતની ઘટનાના મામલે ત્રણ સંદિગ્ધોની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમજ અન્ય બે સંદિગ્ધોની શોધખોળ થઈ રહી છે.

રાજ્યના એક વરિષ્ઠ વન અધિકારીનું કહેવું છે કે લગભગ 40 વર્ષનો એક આરોપી કથિત રીતે વિસ્ફોટકની લેવડ-દેવડ કરતો હતો. આ મામલામાં આ અગાઉ પણ તેની ધરપકડ થઈ ચૂકી છે. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને ટ્વીટ કરીને કહ્યું હતું કે ત્રણ સંદિગ્ધો અમારા ધ્યાનમાં છે, તેમની તપાસ થઈ રહી છે. પોલીસ અને વન વિભાગ સંયુક્ત રીતે આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

જિલ્લા પોલીસ પ્રમુખ અને જિલ્લા વન અધિકારીએ ગુરૂવારના રોજ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેઓએ કહ્યું હતું કે અમે દોષિતોને સજા આપવા માટે શક્ય તમામ પ્રયત્નો કરીશું. આ અગાઉ વન વિભાગે ટ્વીટ કરીને કહ્યું હતું કે, હાથણીના શિકારના કેસમાં કેટલાક સંદિગ્ધોની પૂછપરછ થઈ રહી છે. આ મામલે એસઆઈટીની ટીમને મહત્વના પુરાવાઓ મળ્યા છે. વન વિભાગ દોષિતોને મહત્તમ સજા મળે તે બદલ કોઈ કસર નહીં રાખે.

નોંધનીય છે કે કેરળમાં કેટલાક લોકોએ એક હાથણીને એક અનાનસ ખાવા આપ્યું હતું જેમાં તેઓએ ફટાકડા ભર્યા હતા. જે ખાતાની સાથે જ ફટાકડા ફૂટ્યા અને હાથણીના મોઢામાં અને તેની સૂંઢમાં ખૂબ જ ઈજા પહોંચી હતી. મૃત્યુ પામેલી હાથણી માતા બનવાની હતી અને તેના પેટમાં બાળક હતું.

જંગલી હાથણી ભૂખી હતી જેથી તે ખાવાની શોધમાં ફરી રહી હતી. ખાવાની શોધમાં તે એક ગામમાં આવી પહોંચી. જ્યાં તેને કેટલાક લોકોએ ફટાકડાથી ભરેલું ફળ ખાવા આપ્યું હતું. તેમની આ ક્રૂરતાપૂર્વકની કરતૂતના કારણે હાથણી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. ફટાકડા ફૂટવાના કારણે તેના મોઢાંમાં અને સૂંઢમાં ગંભીર ઈજા પહોંતી હતી.

તે એટલી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી કે તેણે કોઈ ઉત્પાત નહીં મચાવીને એક નદી પાસે પહોંચી હતી. ત્યારબાદ તે નદીની વચ્ચોવચ જઈને ઉભી રહી ગઈ હતી. કદાચ પાણીના કારણે તેને તેની ઈજામાં રાહત મળી હશે. ફોરેસ્ટ અધિકારીઓને આ અંગે જાણ થતા જ તેઓ તેને બહાર કાઢીને તેને સારવાર આપવા માગતા હતા. અનેક પ્રયત્નો છતા પણ તેઓ પોતાના કાર્યમાં સફળ ન થઈ શક્યા અને 27  મેના રોજ સાંજે ચાર વાગ્યે હાથણીએ પાણીમાં જ પ્રાણ છોડ્યા.