Asaram challenged the life sentence in the High Court
(ANI Photo)

આસારામે બળાત્કારના કેસમાં ગાંધીનગરની સેશન કોર્ટે કરેલી આજીવન કેદની સજાને ગુરુવારે હાઇકોર્ટમાં પડકારી હતી. સુરતની મહિલાએ ૨૦૧૩માં રેપ સહિતની ધારા હેઠળ આસારામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને ગાંધીનગરની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. ચુકાદાને પડકારતા આસારામે હાઇકોર્ટ સમક્ષ અપીલ કરી છે, જે અપીલને હાઇકોર્ટની ખંડપીઠે દાખલ કરી છે.

સુરતની મહિલાએ આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

LEAVE A REPLY

19 + three =