સાઉથ લંડનના સ્ટ્રેધામ સ્થિત આશ્રમ એશિયન ડે સેન્ટર દ્વારા, બુધવારે 11 ઓગસ્ટ 2021ના રોજ ભારતના સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરાઇ હતી. સંસ્થાના ચેરમેન પ્રવિણભાઈ અમીન, દિનેશભાઈ પટેલ, સેક્રેટરી બાબુભાઈ પટેલ અને સમિતિના સભ્યો દ્વારા ધ્વજ વંદન કરી રાષ્ટ્ર ગીત ગાન કરાયું હતું. કિશોરભાઈ પંચમતીયા, બાબુભાઈ પટેલ, ભારતી પટેલ, જનક અમીન અને અન્ય સભ્યોએ જય હિન્દ, વંદે માતરમના નારા અને સ્વાદિષ્ટ ભોજન સાથે સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરી હતી.