પ્રતિક તસવીર

લેબરે અને કોન્ઝર્વેટીવો ખાલી થઇ રહેલી અને મજબૂત બેઠકો પર અશ્વેત અને એશિયન સાંસદોને ચૂંટણી જંગમાં ઉતારવાનું નક્કી કરતાં આગામી સંસદમાં એશિયન સાસંદોનો દબદબો બની રહેશે.

2005માં માત્ર બે વંશીય લઘુમતી સાસંદો કન્ઝર્વેટીવમાં હતા. જેમાંથી એડમ અફ્રીયી અને 2010માં ચૂંટાયેલા સાજીદ જાવિદ અને આલોક શર્મા નિવૃત્ત થઈ રહ્યા છે. પરંતુ કોઈ લેબર વંશીય લઘુમતી સાંસદે હજુ સુધી પદ છોડવાનો ઈરાદો જાહેર કર્યો નથી. બીજી તરફ 75 ટકા વંશીય લઘુમતી કન્ઝર્વેટિવ સાંસદો 1997 શૈલીની લેન્ડસ્લાઇડ હારમાંથી બચી જશે જ્યાં તેમના અડધા સાથીદારોનો પરાજય થયો હતો. કેમી બેડેનોક, જેમ્સ ક્લેવર્લી અને સુએલા બ્રેવરમેન પચાસ સૌથી સુરક્ષિત કન્ઝર્વેટિવ બેઠકોમાંથી પ્રતિનિધિત્વ કરે છે. હેન્ડનમાં અમીત જોગિયા કન્ઝર્વેટિવ વંશીય લઘુમતી ઉમેદવારોમાં સામેલ છે.

લેબરે નિવૃત્ત થનારા સાંસદોના સ્થીને અડધો ડઝન વંશીય લઘુમતી ઉમેદવારોની પસંદગી કરી છે. પ્રથમ શીખ મહિલા કાઉન્સિલ લીડર સતવિન્દર કૌર સાઉધમ્પ્ટનમાંથી, અબ્તિસમ મોહમ્મદ શેફિલ્ડ સેન્ટ્રલ, લંડનના ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ લેસ્ટર ઈસ્ટ, સોલિસિટર વરિન્દર જુસ અને ભૂતપૂર્વ ડેપ્યુટી હેડટીચર સુરીના બ્રેકનરિજ વોલ્વરહેમ્પટન, સર્જન ડૉ. ઝુબીર અહેમદ ગ્લાસગો સાઉથ-વેસ્ટમાંથી ઉમેદવારી કરનાર છે. 12 વર્ષની વયે બિહારથી આવેલા કનિસ્કા નારાયણ વેલ્સ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ વંશીય લઘુમતી સાંસદ બની શકે છે.

LEAVE A REPLY

2 × 2 =