સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામના વાર્ષિક અહેવાલ પ્રમાણે અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓમાં 47 ટકા વિદ્યાર્થી ભારતીય અને ચીની છે. એફ-1 અને એમ-1 વિદ્યાર્થીઓની સંખ્યા 1.25 મિલિયન હતી જે અગાઉના વર્ષ 2019 કરતાં 17.86 ટકા ઓછી હતી.
અહેવાલની વિગતો પ્રમાણે અમેરિકામાં રહેલા વિદેશી વિદ્યાર્થીઓમાં ચીનના 382561, ભારતના 207460 વિદ્યાર્થીઓ ઉપરાંત દક્ષિણ કોરિયાના 68217, સાઉદીના 38039, કેનેડાના 35508 તથા બ્રાઝિલના 34892 વિદ્યાર્થીઓ હતા. એફ-1 વીઝા અમેરિકી કોલેજ કે યુનિવર્સિટીમાં અકાદમી કાર્યક્રમ કે અંગ્રેજી ભાષાના કાર્યક્રમના વિદ્યાર્થીને અપાય છે. જ્યારે એમ-1વીઝા વોકેશનલ કે ટેકનિકલ સ્કૂલો માટેના વિદેશી વિદ્યાર્થીને અપાય છે.
ભારત – ચીનના 47 ટકા વિદ્યાર્થીઓનું પ્રમાણ પણ 2019ના વર્ષ કરતાં 48 ટકા ઓછું હતું. એશિયન દેશોના વિદ્યાર્થીઓ 2019ના વર્ષ કરતાં 143697 ઓછા થયા હતા. 2020માં એફ-1 એમ-1 વીઝાધારક વિદેશી વિદ્યાર્થીઓમાં 44 ટકા (552188) મહિલા અને 56 ટકા (698964) પુરુષ હતા. ચીનના વિદ્યાર્થીઓમાં 47 ટકા મહિલા અને 53 ટકા પુરુષ તેમજ ભારતના વિદ્યાર્થીઓમાં 35 ટકા મહિલા અને 65 ટકા પુરુષ હતા. 2020માં નાગરિકત્વના ટોપ 10 દેશોની વાત કરીએ તો 44 ટકા મહિલા (386851) અને 56 ટકા (484103) પુરુષોને નાગરિકત્વ અપાયું હતું.