પ્રતિક તસવીર : કમળાબેન પટેલ

એશિયન સમુદાયોમાં રસીકરણનો દર હવે શ્વેત લોકો જેટલો જ થઇ ગયો છે. પરંતુ ઈંગ્લેન્ડમાં અડધા શ્યામ વર્ણના લોકોએ હજુ સુધી રસી લીધી નથી એમ ધ ટાઇમ્સ અખબાર જણાવે છે.

વંશીય લઘુમતીઓના લોકો લાંબા સમયથી રસીકરણ વિશે વધુ ખચકાતા હતા પરંતુ NHS સ્થાનિક જૂથો સાથે કામ કરીને રસીકરણના દરમાં અંતર ઓછું કરવામાં સફળ રહ્યું છે. આગામી મહિને ઇંગ્લેન્ડમાં આવનાર વેક્સિન પાસપોર્ટના ટીકાકારોએ ચેતવણી આપી છે કે જો બે જૂથના લોકો વચ્ચે રસીની અસમાનતાઓ હશે તો તે વંશીય રીતે સમાજને વિભાજીત કરવાનું જોખમ ધરાવે છે.

સત્તાનશીન લોકો પરનો અવિશ્વાસ, સામાજિક-આર્થિક દરજ્જો અને સોશિયલ મીડિયા કોન્સ્પીરસી થીયરીના કારણે લઘુમતી જૂથોના લોકોમાં રસી લેવા બાબતે વધુ ખચકાટ અનુભવાતો હતો. NHS ઇંગ્લેન્ડના ડેટા મુજબ પુખ્ત વયના લોકો અને બાળકો સહિત 61 ટકા “શ્વેત બ્રિટિશ” લોકોએ ઓછામાં ઓછો રસીનો એક ડોઝ લીધો છે. માર્ચના અંતમાં, આ જૂથ અને એશિયન સમુદાયો વચ્ચેનો તફાવત દસ ટકા હતો અને ત્રીજા ભાગના શ્વેત લોકોએ રસી લીધેલી હતી. હાલમાં 59 ટકા એશિયન અથવા એશિયન બ્રિટિશ લોકોએ રસી લઇ લીધી છે. જે સાથે સમુદાયો વચ્ચેનો તફાવત અદૃશ્ય થઈ ગયો છે. ફેબ્રુઆરીથી આ જૂથના લોકોને ત્રણ મિલિયન ડોઝ આપવામાં આવ્યા છે – જે અન્ય લઘુમતી જૂથો કરતા ઘણા વધારે છે.

ઇંગ્લેન્ડમાં માત્ર 44 ટકા શ્યામ લોકોએ રસી લીધી છે અને તેમની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. હાલમાં રસી લેવામાં 16-પોઇન્ટનું અંતર છે જે માર્ચના અંતમાં 17-પોઇન્ટ જેટલું હતું. જો કે, પ્રથમ ડોઝ લેનાર 5.2 મિલિયન લોકો માટેના વંશીયતા ડેટા ઉપલબ્ધ થયા નથી. જેના કારણે વિગતવાર સરખામણી મુશ્કેલ બની હતી. અત્યાર સુધી માત્ર પુખ્ત વયના લોકોને રસી ઓફર કરવામાં આવી છે. હાલના આંકડા મુજબ પુખ્ત વયના 78 ટકા શ્વેત બ્રિટિશ, 76 ટકા એશિયન અને 57 ટકા શ્યામ વયના લોકોને રસી આપવામાં આવી છે. વેલ્શના ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડે જણાવ્યું હતું કે વેક્સીન પાસપોર્ટ રજૂ કરવાની કાર્ડિફ સરકારની કોઈ યોજના નથી.